કર્ણાટક સરકારે OLA કેબ પર 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ

કર્ણાટકના પરિવહન વિભાગે OLA કેબના લાઈસન્સને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યુ છે. ઓલા એપ પર ટેકસી બુકિંગની સેવા આપનારી મોટી કંપની છે. પરિવહન વિભાગે જણાવ્યું કે કંપનીને આદેશ આપ્યા પછી 3 દિવસની અંદર લાઈસન્સ તેમની પાસે જમા કરાવવુ પડશે સાથે જ તાત્કાલિક તેમની ટેકસી બુકિંગ સેવાને પણ રોકવી પડશે. ઓલાનું સંચાલન કરનારી કંપની એની ટેક્નોલોજીસ […]

કર્ણાટક સરકારે OLA કેબ પર 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ
| Updated on: Mar 23, 2019 | 3:45 AM

કર્ણાટકના પરિવહન વિભાગે OLA કેબના લાઈસન્સને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યુ છે. ઓલા એપ પર ટેકસી બુકિંગની સેવા આપનારી મોટી કંપની છે.

પરિવહન વિભાગે જણાવ્યું કે કંપનીને આદેશ આપ્યા પછી 3 દિવસની અંદર લાઈસન્સ તેમની પાસે જમા કરાવવુ પડશે સાથે જ તાત્કાલિક તેમની ટેકસી બુકિંગ સેવાને પણ રોકવી પડશે. ઓલાનું સંચાલન કરનારી કંપની એની ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમીટેડ બેંગલુરૂએ કર્ણાટક ઑન-ડિમાન્ડ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી એગ્રીગેટર્સ નિયમ-2016 નું ઉલ્લંઘન કર્યું છે.

TV9 Gujarati

 

આ બાબતે, નાયબ પરિવહન કમિશનર અને વરિષ્ઠ પ્રાદેશિક પરિવહન અધિકારી, બેંગલુરુ (દક્ષિણ)ના અહેવાલના આધાર પર તેમનું લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઓલાએ કહ્યું કે તે કાયદાનું પાલન કરતી કંપની છે અને તે મૈત્રીપુર્ણ રીતે આ મુદ્દાને ઉકેલવા માટે તમામ વિકલ્પો પર કામ કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]