ક્રિકેટની દુનિયામાં ભારત એમ જ નથી બન્યું દબંગ, ટી-20માં રોહિત શર્માએ TEAM INDIAને પહોંચાડી એ મુકામે કે જ્યાં વર્ષો પહેલા ટેસ્ટ-વનડેમાં સચિન પહોંચાડી ચુક્યા છે

ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલૅંડ સામે આજની ટી-20 મૅચ શાનદાર જીત મેળવી, તો બીજી બાજુ હિટમૅન રોહિત શર્માએ પોતાના અને ભારતના નામે એક અનોખો રેકૉર્ડ નોંધાવી નાખ્યો. રોહિત શર્માના આ રેકૉર્ડ સાથે જ ક્રિકેટની દુનિયા એટલે કે ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં ભારતનું રાજ સ્થાપિત થઈ ગયું છે. ટી-20 ઇંટરનેશનલમાં સૌથી વધુ 4 સદીનો રેકૉર્ડ બનાવી ચુકેલા રોહિત શર્મા […]

ક્રિકેટની દુનિયામાં ભારત એમ જ નથી બન્યું દબંગ, ટી-20માં રોહિત શર્માએ TEAM INDIAને પહોંચાડી એ મુકામે કે જ્યાં વર્ષો પહેલા ટેસ્ટ-વનડેમાં સચિન પહોંચાડી ચુક્યા છે
| Updated on: Feb 08, 2019 | 9:52 AM

ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલૅંડ સામે આજની ટી-20 મૅચ શાનદાર જીત મેળવી, તો બીજી બાજુ હિટમૅન રોહિત શર્માએ પોતાના અને ભારતના નામે એક અનોખો રેકૉર્ડ નોંધાવી નાખ્યો.

રોહિત શર્માના આ રેકૉર્ડ સાથે જ ક્રિકેટની દુનિયા એટલે કે ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં ભારતનું રાજ સ્થાપિત થઈ ગયું છે. ટી-20 ઇંટરનેશનલમાં સૌથી વધુ 4 સદીનો રેકૉર્ડ બનાવી ચુકેલા રોહિત શર્મા માટે ઑકલૅંડમાં ઇતિહાસ રચવાનો મોકો હતો અને તેણે તે તક ઝડપી લીધી. ઑકલૅંડમાં રોહિત શર્માના બૅટથી જેવો 35મો રન નિકળ્યો કે એક મોટા રેકૉર્ડ સાથે ભારતનું નામ રોશન થઈ ગયું.

આ પણ વાંચો : WORLD CUP 2019 : ટીમ ઇન્ડિયામાં કોહલી, ધોની, રોહિત જેવા ખેલાડીઓની જગ્યા તો પાકી છે, પણ આ 15 ખેલાડીઓ વચ્ચે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવા માટે કાંટાની ટક્કર, SELECTORSની થશે આકરી કસોટી

31 વર્ષીય રોહિત શર્મા આ સાથે જ ટી-20 ઇંટરનેશનલમાં 84 ઇનિંગમાં 2288 રન બનાવી સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅન બની ગયો છે. રોહિતે ન્યૂઝીલૅંડના માર્ટિન ગુપ્ટિલનો રેકૉર્ડ તોડ્યો કે જેણે 74 ઇનિંગમાં 2272 રન બનાવ્યા હતાં.

આ પણ વાંચો : રવિ શાસ્ત્રીએ કહી એવી વાત કે તમે WORLD CUP દરમિયાન પ્રાર્થના કરશો કે વિરાટ કોહલી BATTING કરવા માટે ન આવે !

રોહિતની આ સિદ્ધિ સાથે જ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ ભારતીય ખેલાડીઓના નામે નોંધાઈ ગયો. ટી-20માં રોહિત શર્મા સરતાજ બન્યો, તો વનડે અને ટેસ્ટ મૅચમાં સચિન તેંદુલકર સૌથી વધુ રન બનાવાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકૉર્ડ

1. સચિન તેંદુલકર (ભારત , 1989-2013) 15,921 રન

2. રિકી પૉંટિંગ (ઑસ્ટ્રેલિયા, 1995-2012) 13,378 રન

3. જૅક કૅલિસ (દક્ષિણ આફ્રિકા, 1995-2013) 13,289 રન

વનડે ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકૉર્ડ

1. સચિન તેંદુલકર (ભારત, 1989-2012) 18,426 રન

2. કુમાર સંગકારા (શ્રીલંકા, 2000-2015) 14,234 રન

3. રિકી પૉંટિંગ (ઑસ્ટ્રેલિયા, 1995-2012) 13,704 રન

ટી-20 ક્રિકેટ સૌથી વધુ રનનો રેકૉર્ડ

1. રોહિત શર્મા (ભારત, 2007-2019) 2,288* રન

2. માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલૅંડ, 2009-2019) 2,227 રન

3. શોએબ મલિક (પાકિસ્તાન, 2006-2019) 2,263

[yop_poll id=1208]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:44 am, Fri, 8 February 19