Rajkot: કોરોના કેસમાં ત્રણ ગણો વધારો, વેક્સિન નહિ લેનાર દર્દીને પડે છે ઓક્સિજનની જરૂર

|

Jan 19, 2022 | 3:43 PM

ગત 24 કલાકમાં રાજકોટમાં કોરોના (corona)ના 1336 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે એક જ દિવસમાં ત્રણ ગણા વધ્યાં છે. હાલમાં સિવીલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 74 દર્દીઓ સારવાર હેઠળ છે.

Rajkot: કોરોના કેસમાં ત્રણ ગણો વધારો, વેક્સિન નહિ લેનાર દર્દીને પડે છે ઓક્સિજનની જરૂર
file photo

Follow us on

રાજકોટમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 1336 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે એક જ દિવસમાં ત્રણ ગણા વધ્યાં છે. વધતાં કેસોને પગલે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) ના મેયર પ્રદિપ ડવે ટેસ્ટીંગ (Testing) માં વધારો કરવા અને ટેસ્ટીંગ બુથ સાંજે 5 વાગ્યાના બદલે સાંજે 6-30 વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચના આપી છે.

હાલમાં 3792 એક્ટિવ કેસ જેમાંથી 74 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના કેસમાં વધારો થયો છે જેમાંથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. હાલમાં સિવીલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 74 દર્દીઓ સારવાર હેઠળ છે. બાકીના તમામ લોકો હોમ આઇસોલેટ છે. હોમઆઇસોલેટ દર્દીઓ પર આરોગ્ય વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે અને તેની તબિયતની તકેદારી લઇ રહી છે.

વેક્સિન નહિ લેનાર દર્દીને પડી રહી છે ઓક્સિજનની જરૂર

કોરોના સંક્રમિત થનાર દર્દીએ પૈકી 50 દર્દીઓ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જે પૈકી 7 દર્દીઓ ઓક્સિજન પર છે.સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ કહ્યું હતું કે કોરોના વોર્ડમાં દાખલ 50 દર્દીઓ પૈકી 8 દર્દીઓ (patients) ઓક્સિજન પર છે.બાકીના નોર્મલ રૂમ એરમાં છે અને તેઓને સામાન્ય લક્ષણ છે.જે લોકોએ વેક્સિનનો ડોઝ લીધો નથી તેવા લોકોમે વધારે અસર થઇ છે.જે લોકોએ બે ડોઝ લીધા છે તેઓની તબિયત સ્થિર છે. વેક્સિન નહિ લેનાર દર્દી (non-vaccinators) ને ઓક્સિજનની જરૂર પડે છે

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અધિકારીઓ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત

રાજકોટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે વિવિધ વિભાગોના અઘિકારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે,રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રકાશ માંગુડા,ગોંડલના મામલતદાર કે.વી નકુમ, ધોરાજીના મામલતદાર કે.ટી જોલાપરા કોરોના સંક્રમિત થયા છે જ્યારે રાજકોટ આઇબીના ડીવાયએસપી ધાધલ અને તેના પરિવારના પાંચ સભ્યો કોરોના સંક્રમિત થયાં છે.જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની પણ તબિયત નાદુરસ્ત થઇ છે.તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળતા તેઓએ પણ ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.

ચાલુ મહિનાના ટેસ્ટીંગ અને પોઝિટિવ કેસના આંકડા.

તારીખ     ટેસ્ટીંગ     પોઝિટિવ

1.              1753         21

2.             1005         40

3.             2154         37

4.             2606        36

5.             2608        141

6.            4523         183

7.            4305         203

8.            4491         166

9.            3555         194

10.          3827         191

11.          4622         244

12.         4648         319

13.         6638         440

14.         4677         296

15.         6638        438

16.         2482        378

17.         4860        461

આ પણ વાંચોઃ Rajkot: મહિલા કોન્સ્ટેબલે સિવિલ હોસ્પિટલમાં બ્રધરને લાફો માર્યો, હોસ્પિટલ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો

આ પણ વાંચોઃ ભાજપ સાંસદ પૂનમ માડમ થયા કોરોના સંક્રમિત, પૂનમ માડમ હોમ ક્વોરોન્ટાઇન થયા

Next Article