Gujarat માં રખડતા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદાને મોકૂફ રાખવામાં આવ્યો

|

Apr 07, 2022 | 11:32 PM

રખડતા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદાને લઈને રાજ્યભરમાં માલધારી સમાજના લોકો ભારે વિરોધ કર્યો હતો.આ પૂર્વે ગાંધીનગર સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની મુખ્યપ્રધાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં વચલો રસ્તો કાઢવા સાથે જ માલધારી આગેવાનો પોતાના સૂચનો કર્યા હતા.

ગુજરાતમાં(Gujarat)  રખડતા ઢોર નિયંત્રણ (Stray Cattle Control Bill)સંબંધિત કાયદાના અમલને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.પશુ નિયંત્રણ કાયદો હાલ પુરતો મોકૂફ(Postpone)  રાખવામાં આવ્યો છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માલધારી આગેવાનોની મહત્વની બેઠક મળી હતી.જેમાં મુખ્યપ્રધાન કાયદો મોકૂફ રાખવાની ખાતરી આપી હતી. આ બેઠક અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, કોઈને તકલીફ પડે તો એવું કામ અમે નથી કરવા માંગતા.યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે, આ કાયદાને લઈને રાજ્યભરમાં માલધારી સમાજના લોકો ભારે વિરોધ કર્યો હતો.આ પૂર્વે ગાંધીનગર સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની મુખ્યપ્રધાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં વચલો રસ્તો કાઢવા સાથે જ માલધારી આગેવાનો પોતાના સૂચનો કર્યા હતા. જેમાં ઢોર નિયંત્રણ કાયદાના કારણે ઉભી થનારી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

અમલવારી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

આ અંગે માલધારી સમાજે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે પરંતુ સરકાર માલધારી સમાજને અભણ ન સમજે અને થોડા દિવસો વિત્યા બાદ આ કાયદાની અમલવારી ન કરે જો સરકાર દ્રારા આ પ્રકારની અમલવારી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્રારા વિધાનસભામાં આ ખરડો પસાર કરતાની સાથે જ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માલધારીઓએ દૂધનું વિતરણ બંધ કરવાની પણ ચીમકી આપી હતી અને આ અંગે સી આર પાટીલ સુધી રજૂઆત કરી હતી જેને લઇને સરકારે ઝુંકવાનો વારો આવ્યો હતો

આ પણ વાંચો :  Junagadh :10 એપ્રિલે ઉમાધામ ગાંઠીલા ખાતે મહાપાટોત્સવમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે

આ પણ વાંચો :  Ramnavami થી પાંચ દિવસ સુધી પોરબંદરના માઘવપુર ઘેડ ખાતે લોકમેળો યોજાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:29 pm, Thu, 7 April 22

Next Video