AHMEDABAD : નવા મુખ્યપ્રધાન નક્કી કરવા કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર તોમર-તરુણ ચુગ ગાંધીનગરમાં, બપોર બાદ જાહેર થશે નવા મુખ્યપ્રધાન

|

Sep 12, 2021 | 9:52 AM

Gujarat New CM : ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને તરુણ ચુગ નિરીક્ષકની જવાબદારીના ભાગ રૂપે અમદાવાદ આવી પહોચ્યા છે.

AHMEDABAD : કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા છે. રાજ્યના નવા મુખ્યપ્રધાનની પસંદગી અંગે નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપતા કહ્યું કે પ્રદેશ પ્રમુખ અને પક્ષના આગેવાનો સાથે બેઠક કરીશું અને બેઠક બાદ ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી થશે. ગુજરાતમાં મુખ્યપ્રધાનપદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ભાજપે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે. ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં પ્રહલાદ જોશીન બદલે તરુણ ચુગ નિરીક્ષક તરીકે આવ્યા છે. આ બંને નેતાઓ નિરીક્ષકની જવાબદારીના ભાગ રૂપે અમદાવાદ આવી પહોચ્યા છે.

આજે રવિવારે આવતીકાલે બપોરે 3 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક થશે તેમજ આ બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ હવે ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવા મુખ્યપ્રધાના નામ અંગે ઉત્તેજના તેજ થઈ છે.નવા મુખ્યપ્રધાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નામ ચર્ચાઈ રહ્યા છે.આ સાથે જ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝાડફિયા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નામ પણ રેસમાં જણાવવામાં આવી રહ્યા છે.

ચૂંટણીના રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ જોતાં પાર્ટીનું ટોચનું નેતૃત્વ પાટીદારને નવા મુખ્યપ્રધાનનો ચહેરો બનાવી શકે છે. આવી સ્થિતિમાં માંડવિયા, નીતિન પટેલ, ઝાડફિયા અને રૂપાલાના નામ મુખ્ય દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે, કારણ કે તે બધા પાટીદાર છે.

49 વર્ષીય મનસુખ માંડવિયા પાર્ટીના એક યુવાન અને સક્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે, જેને પાર્ટીનું ટોચનું નેતૃત્વ મુખ્યપ્રધાન પદની જવાબદારી સોંપી શકે છે. 28 વર્ષની ઉંમરે ધારાસભ્ય બનેલા માંડવિયાનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સારા પુસ્તકોમાં પણ છે.

છેલ્લે  મુખ્યપ્રધાન પદ ચૂકી ગયેલા નીતિન પટેલનું નામ પણ ફરી સમાચારોમાં છે. બીજી બાજુ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝાડફિયા અને 66 વર્ષીય રૂપાલા પણ રેસમાં છે.

Published On - 9:21 am, Sun, 12 September 21

Next Video