GANDHINAGAR મહાનગરપાલિકાની ચૂંટણીમાં 34 સંવેદનશીલ બુથ પર સતત વીડિયોગ્રાફી કરવામાં આવશે

| Edited By: | Updated on: Oct 02, 2021 | 11:06 PM

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની અંતિમ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે.ચૂંટણી અધિકારીઓ દ્વારા આજે 11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડાવામાં આવ્યું છે.. ગાંધીનગર મનપા ચૂંટણીના મતદાન પહેલા કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ. કલેક્ટર કુલદીપ આર્યએ EVM ડીસ્પેચ સેન્ટરની મુલાકાત લીધી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 34 સંવેદનશીલ બુથ પર સતત વીડિયો ગ્રાફી કરવામાં આવશે. આ બુથ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. જો EVM ખોરવાઈ જવાની ફરિયાદ આવે તો તાત્કાલિક EVM બુથ પર પહોંચાડવાની વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. મતદાર મથકને લઈને મતદાતાઓને કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય એ માટે મતદાતાઓને સ્લીપ પહોંચાડવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાશે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગાંધીનગર મનપાની EVM મશીન દ્વારા ચૂંટણી યોજાશે. જેની માટે 315 CU અને 630 BU મશીનનો ઉપયોગ કરાશે.ગાંધીનગર મનપા માટે 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.જેમાં જેમા 69 મતદાન મથકો સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીની વાત કરીએ તો કુલ 11 વોર્ડ 44 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં 22 બેઠકો મહિલા અનામત છે. તો 5 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 2.82 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો : BHANVAD નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ, 26 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે