Gujarati NewsLatest newsDj group also tribute first martyr of pulwama attack then start dj in the occasion of marriage
લગ્નમાં બેન્ડવાજાવાળા પણ આપી રહ્યાં છે શહીદોને શ્રધ્ધાંજલિ, ગીતો વગાડતાં પહેલાં આવી રીતે કરે છે શહીદોને યાદ
પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી દરેક દેશવાસીમાં ગુસ્સો અને આક્રોશ છે. સુરતમાં લગ્નપ્રસંગે ડીજે વગાડતા બેન્ડવાજાવાળા પણ લગ્નના ગીતો વગાડતા પહેલા સામુહિક રીતે શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 14 ફેબ્રુઆરીએ જ્યારે આ આતંકવાદી હુમલો થયો છે ત્યારથી દરેક દેશવાસી દુઃખી છે. દેશનું રક્ષણ કરતા આ જવાનો જ્યારે દેશ માટે શહીદ થાય ત્યારે […]
પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી દરેક દેશવાસીમાં ગુસ્સો અને આક્રોશ છે. સુરતમાં લગ્નપ્રસંગે ડીજે વગાડતા બેન્ડવાજાવાળા પણ લગ્નના ગીતો વગાડતા પહેલા સામુહિક રીતે શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
14 ફેબ્રુઆરીએ જ્યારે આ આતંકવાદી હુમલો થયો છે ત્યારથી દરેક દેશવાસી દુઃખી છે. દેશનું રક્ષણ કરતા આ જવાનો જ્યારે દેશ માટે શહીદ થાય ત્યારે માત્ર શહીદ થયેલા જવાનોના પરિવારને નહિ પણ દરેક નાગરિકને એટલું જ દુઃખ થાય છે. સુરતમાં પણ આ હુમલા બાદ દુઃખ અને રોષનો માહોલ છે. તેવામાં સુરતના બેન્ડ બાજાવાળા ડીજે વગાડતા પહેલા શહીદોને આ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.