નવરાત્રીના ઉપવાસમાં ફળાહાર માટે બનાવો ફરાળી હાંડવો, જાણો આ વાનગી બનાવવાની રીત

|

Oct 01, 2019 | 9:21 AM

સામગ્રી: 1) 1 કપ સામો, 2) ¼ કપ સાબુદાણા, 3) ¼ કપ રાજગરાનો લોટ, Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે […]

નવરાત્રીના ઉપવાસમાં ફળાહાર માટે બનાવો ફરાળી હાંડવો, જાણો આ વાનગી બનાવવાની રીત

Follow us on

સામગ્રી:

1) 1 કપ સામો,

2) ¼ કપ સાબુદાણા,

3) ¼ કપ રાજગરાનો લોટ,

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

4) 1 કપ દહીં,

5) 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ,

6) સિંધવ મીઠું સ્વાદ મુજબ,

7) 1 કપ છીણેલી દૂધી અથવા 1 બાફીને છીણેલું બટાકુ,

8) 1 કપ ધોઈને ઝીણી સમારેલી કોથમીર

વઘાર માટેઃ

1) તલ 2 ટે.સ્પૂન,

2) 1 ટે.સ્પૂન જીરૂં,

3) 6-7 કઢીપતાં, તેલ

ચટણી માટેઃ

1) ½ કપ મગફળી અથવા લીલું નાળિયેર,

2) દહીં અથવા લીંબુ,

3) ½ કપ ધોઈને સમારેલી કોથમીર,

4) 2-3 લીલાં મરચાં,

5) સિંધવ મીઠું સ્વાદ મુજબ

આ પણ વાંચો: નવરાત્રીના વ્રતમાં ફળાહાર તરીકે બનાવો ‘સાબુદાણા વડા’, જાણો સમગ્ર વાનગી બનાવવાની રીત

બનાવવાની રીત:

સૌપ્રથમ સામો તેમજ સાબુદાણાને મિક્સરમાં કરકરા દળી લો. એમાં રાજગરાનો લોટ, દહીં તેમજ આદુ-મરચાંની પેસ્ટ, કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દો. જો તમે ખાતાં હોવ તો છીણેલી દૂધી તેમજ બટેટું ઉમેરી દો. મિશ્રણ એકરસ કરી દો. એ ઢોકળાના ખીરા જેવું હોવું જોઈએ. ત્યાર પછી વઘારીયામાં 2 ટે.સ્પૂન તેલ લઈ ગરમ કરો. અને એમાં જીરૂં તેમજ તલનો વઘાર કરો. સાથે કઢીપતાં ઉમેરી દો. આમાંથી અડધા વઘારને લોખંડની એક જાડી કઢાઈમાં રેડી દો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે એમાં ખીરૂં રેડી દો અને ઉપર બાકી રાખેલો વઘાર રેડીને ચારેબાજુએ ફેલાવી દો. ગેસ ચાલુ કરીને મધ્યમ ધીમી આંચે હાંડવાની કઢાઈ ઢાંકીને ગરમ કરવા મૂકો. 5-10 મિનિટ બાદ ચેક કરો. નીચેથી હલકું ગુલાબી થયું હોય તો એને ધીમેથી ઉથલાવી દો. અને ફરીથી 5-10 મિનિટ થવા દો. હાંડવામાં છરી નાખીને, બહાર કાઢીને જોઈ લો. છરી લીસી બહાર આવે તો હાંડવો તૈયાર છે. નહીં તો ફરીથી 5 મિનિટ માટે કઢાઈ ગરમ કરવા મૂકો. હાંડવાને એક પ્લેટમાં કાઢીને ટુકડા કરી લો. ચટણી માટે ઉપર આપેલી સામગ્રી મિક્સરમાં પીસીને ચટણી તૈયાર કરી લો. અને કોથમીરની ચટણી સાથે ગરમ ગરમ પિરસો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article