Chemplast Sanmar IPO : આવી રહી છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર

|

May 03, 2021 | 8:21 AM

કેમિકલ્સ અને ગેસ સેગમેન્ટ સાથે સંકળાયેલ વધુ એક IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચેમ્પ્લાસ્ટ સન્મર(Chemplast Sanmar) રોકાણ માટેની તક લાવી રહી છે

Chemplast Sanmar IPO : આવી રહી છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર
7 companies are launching IPO in August

Follow us on

કેમિકલ્સ અને ગેસ સેગમેન્ટ સાથે સંકળાયેલ વધુ એક IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચેમ્પ્લાસ્ટ સન્મર(Chemplast Sanmar) રોકાણ માટેની તક લાવી રહી છે જેણે સેબી (SEBI) પાસે તેના IPO દ્વારા 3500 કરોડ એકત્ર કરવા માટે દસ્તાવેજો ફાઇલ કર્યા છે. કંપનીના આઈપીઓમાં રૂ 1,500 કરોડના નવા શેરો અને 2,000 કરોડ રૂપિયાના વેચાણની ઓફર શામેલ હશે. કંપની પેસ્ટ પીવીસી, ક્લોરો કેમિકલ, કોસ્ટિક સોડા, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને રેફ્રિજરેન્ટ ગેસનું ઉત્પાદન કરે છે.

ચોખ્ખો નફો 46 કરોડ રૂપિયા જેટલો હતો.
નાણાકીય વર્ષ 2020 માં કંપનીની કુલ આવક આશરે 1,265 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો આશરે 46 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં કંપનીનું ચોખ્ખું ડેટ 187.58 કરોડ રૂપિયા હતું. આઇપીઓ દ્વારા પ્રાપ્ત થયેલ મોટાભાગના ભંડોળનો ઉપયોગ નિયત સમયગાળા પહેલા બિન-કન્વર્ટિબલ ડિબેંચર્સ (એનસીડી) ના રિડેમ્પશન માટે કરવામાં આવશે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને એક્સિસ કેપિટલ જેવી ઇન્વેસ્ટમેન્ટ બેંકો કંપનીને આઈપીઓ માટે એડવાઈઝર નિમાઈ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ કંપનીઓ પણ તેમનો IPO લાવી રહી છે
એવા અહેવાલો આવી રહ્યા છે કે વધુ બે કંપનીઓ IPO લાવી રહી છે. આમ બિનનાણાંકીય સંસ્થા આરોહણ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને દક્ષિણ ભારતની અગ્રણી ડેરી કંપની ડોડલા ડેરીનો સમાવેશ થાય છે જેને સેબી પાસેથી આઈપીઓ માટે મંજૂરી મળી છે. બંને કંપનીઓના શેર NSE અને BSE બંને પર લિસ્ટ થશે. મહત્વનું છે કે કોઈપણ કંપનીના IPO, FPO અને રાઇટ્સ ઇશ્યૂ માટે સેબીની મંજૂરી લેવી જરૂરી છે. ઈપોથી આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસીસ તેના આઈપીઓથી 1,750-1,800 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે તો બીજીતરફ અગ્રણી ડેરી કંપની ડોડલા ડેરીના આઈપીઓમાં 50 કરોડ રૂપિયા સુધીના શેરોનો નવો ઇશ્યૂ અને 10,085,444 ઇક્વિટી શેર વેચવાની ઓફર શામેલ હશે

Next Article