BUDGET 2019: નિર્મલા સિતારમણ અગાઉ 49 વર્ષ પહેલા આ મહિલા પ્રધાને દેશનું બજેટ રજૂ કર્યું હતું

|

Jul 05, 2019 | 6:39 AM

અંદાજીત 50 વર્ષ બાદ દેશના કોઈ મહિલા નેતા સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સિતારમણે આજે દેશની સંસદમાં એક મહિલા પ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું છે. તો આજથી 49 વર્ષ અગાઉ એટલે 28 ફેબ્રુઆરી 1970ના દિવસે પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. દેશના ઘર-ઘરમાં મહિલાઓ બજેટ સંભાળે છે ત્યારે દેશનું બજેટ સંભાળવાની […]

BUDGET 2019: નિર્મલા સિતારમણ અગાઉ 49 વર્ષ પહેલા આ મહિલા પ્રધાને દેશનું બજેટ રજૂ કર્યું હતું

Follow us on

અંદાજીત 50 વર્ષ બાદ દેશના કોઈ મહિલા નેતા સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સિતારમણે આજે દેશની સંસદમાં એક મહિલા પ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું છે. તો આજથી 49 વર્ષ અગાઉ એટલે 28 ફેબ્રુઆરી 1970ના દિવસે પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. દેશના ઘર-ઘરમાં મહિલાઓ બજેટ સંભાળે છે ત્યારે દેશનું બજેટ સંભાળવાની તક મહિલાઓને માત્ર બીજી વખત મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચોઃ દેશના બજેટને લઈને મહિલાઓની શું છે અપેક્ષા? જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1970માં ઈન્દીરા ગાંધીએ જે બજેટ રજૂ કર્યું હતું. તે બે ભાગમાં વહેચાયેલું હતું. પહેલા ભાગમાં 17 મુદ્દાઓ અને બીજા ભાગમાં 38 મુદ્દાઓ હતા. જેમાં ઈન્દીરા ગાંધીએ સિગરેટ પર ડ્યૂટી વધારીને 3થી 22 ટકા કરી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈન્દીરા ગાંધીએ બજેટના ભાષણમાં કહ્યું હતું કે, હું માફી માગુ છું કે આ વર્ષે બજેટમાં સિગરેટ પર મોટો ભાર મૂકવા જઈ રહ્યા છીએ. જે બાદ સિગરેટ પર 3 ટકાથી વધારી 22 ટકા ડ્યૂટી લાદી હતી. જેના કારણે 10 સિગરેટવાળા પેકેટની કિંમત 1થી 2 પૈસા વધી હતી. જેથી સરકારની તિજોરીમાં 13.50 કરોડ રૂપિયાનો વધારો થશે.

મહત્વનું છે કે, દેશના બીજા મહિલા સંરક્ષણ પ્રધાન પણ નિર્મલા સિતારમણ જ બન્યા હતા. અને પહેલા સંરક્ષણ પ્રધાન ઈન્દીરા ગાધી હતા. જોવામાં આવે તો ઈતિહાસમાં ઈન્દીરા ગાંધી જે પ્રકારની જવાબદારી નિભાવી ચૂક્યા છે તે પ્રકારે નિર્મલા સિતારમણ પણ જવાબદારી નિભાવી રહ્યા છે.

Next Article