Breaking News : રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી, સીસીટીવી ફૂટેજમાં એક હુમલાખોર ફાયરિંગ કરતા દેખાય

ફિલ્મ મેકર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘર પર ગોળી ચાલી હતી. 4-5 રાઉન્ડ ફાયરિંગ થયા હતા. ત્યારબાદ આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. આ મામલે હવે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી, સીસીટીવી ફૂટેજમાં એક હુમલાખોર ફાયરિંગ કરતા દેખાય
| Updated on: Feb 02, 2026 | 10:40 AM

ડાયરેક્ટર રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત ઘર પર ગોળીબારની ઘટના સામે આવી હતી. રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શરુઆતની તપાસમાં આ લોકોને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય અને રાકાંપા નેતા બાબા સિદ્દીકીની હત્યના મામલામાં આરોપી શુભમ લોનકરની સાથે જોડાયેલા હોવાના સંકેત મળ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, જે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના સંબંધમાં પુણેમાં અટકાયત કરાયેલા પાંચ શંકાસ્પદોમાં તે પણ સામેલ છે. તે બધાને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોર ફાયરિંગ કરતો અને બાઇક ચલાવતો દેખાઈ રહ્યો છે. રોહિત શેટ્ટીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક મોટો ખુલાસો કર્યો

બોલિવુડના નિર્દેશક રોહિત શેટ્ટીના ઘર પર થયેલી ફાયરિંગની ઘટનામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક મોટો ખુલાસો કર્યો છે. આ મામલામાં 4 યુવકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય વ્યક્તિની પણ પુછપરછ ચાલું છે. ધરપકડ કરાયેલા આરોપીઓને રવિવારે મુંબઈના એસ્પેલેનેડ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા 4 આરોપીઓમાં આદિત્ય જ્ઞાનેશ્વર , સિદ્ધાર્થ, દીપક, સમર્થ અને સ્વપ્નિલ બંડુનુંનામ સામેલ છે.

 

 

 સીસીટીવી ફુટેજ મળ્યા

આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. તપાસ હેઠળ રોહિત શેટ્ટીનું નિવેદન લેવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં 12 ટીમ કામે લાગી છે. અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. એકમાં તેમને એક બાઈક જોવા મળી છે, અને બીજામાં, એક હુમલાખોર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળે છે.

રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબાર

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે 31 જાન્યુઆરી, શનિવારના રોજ રાત્રે 12:45 વાગ્યે જુહુમાં નવ માળની ઇમારતના પહેલા માળે ઓછામાં ઓછા પાંચ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે અહેવાલ આપ્યો છે કે એક ગોળી ઘરમાં સ્થિત એક જીમના કાચમાં વાગી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર ગોળીબાર બાદ શેટ્ટીના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ડાયરેક્ટરનું નામ સાંભળીને ચાહકો ફિલ્મ જોવા જાય છે, ઘરે 4 માળ તો ખાલી કાર પાર્કિંગના છે અહી ક્લિક કરો