Amreli: કપાસના ઐતિહાસિક ભાવ! સૌરાષ્ટ્રમાં કપાસના સૌથી ઊંચા ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં બોલાયા

|

May 17, 2022 | 7:33 PM

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસના ઐતિહાસિક ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં કપાસના સૌથી ઉંચા ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં બોલાયા હતા.

Amreli: અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં (Babra Market Yard) કપાસના ઐતિહાસિક ભાવ (Cotton prices) બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં કપાસના સૌથી ઉંચા ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં બોલાયા હતા. બાબરા માર્કેટમાં ખેડૂતોને કપાસના એક મણનો ભાવ 2280થી 3040 રૂપિયા સુધીનો મળી રહ્યો છે. જેને લઇ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, સારા ભાવ મળતા કપાસ વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યાં છે. બાબરા માર્કેટના સેક્રેટરીનું કહેવું છે કે, માણાવદરમાં કપાસની એક ગાસડીનાં 1 લાખથી વધુ ભાવ બોલાયા હતા જેને લઇ કપાસના ભાવમાં ઉછાળો આવ્યો છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, દર વર્ષે કપાસની સિઝન માર્ચ મહિનામાં પૂરી થઇ જાય છે. પરંતુ આ વર્ષે સિઝન પૂરી થઇ હોવા છતાં હજુ રોજ 1000 મણ કપાસની આવક થઇ રહી છે.

સિંહ પરિવાર પાણીના પોઈન્ટ પર તરસ છીપાવતો કેમેરામાં કેદ

ઉનાળાની અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવવા લોકો અનેક ઉપાયો અજમાવતા હોય છે. અનેક પ્રકારના રસ, ઠંડા પીણા, ખાદ્યપદાર્થોનું સેવન કરતા હોય છે. ત્યારે ગીરના જંગલો (Forest) માં પણ વનવિભાગ દ્વારા સાવજો માટે આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ બનાવી જંગલી પશુઓ માટે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગીરના જંગલમાં આવા જે એક પોઈન્ટ પર ગજકેસરી પરિવાર સહિત પાણી પીતા કેમેરામાં કેદ થયા હતા. આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ પર પાણી પીતાં 7 સિંહોના પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલાના કાતર ગામ નજીક એક સાથે 13 સિંહ દેખાયા હતા. એક સાથે 13 સિંહ લટાર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ગ્રામિણ વિસ્તારમાં પ્રથમ વખત 13 સિંહનું ટોળુ દેખાયું હોવાનું જાણવા મળે છે. ગામમાં એક સાથે આટલા બધા સિંહ દેખાતા વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં રાજુલા બૃહદગીર રેન્જમાં સિંહોની ગણતરી વખતે સિંહોની સંખ્યા વધી શકે છે.

Next Video