AMRELI : બાબરામાં મગફળીની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની ઓફિસમાં તાળા, ખેડૂતોમાં રોષ

|

Oct 01, 2021 | 9:07 PM

બાબરામાં મગફળીની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની ઓફિસમાં તાળા જોવા મળ્યા હતા. કલાકો સુધી રાહ જોયા બાદ અધિકારી ન દેખતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો.

AMRELI : જિલ્લાના બાબરા તાલુકામાં મગફળીની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આજે 1 ઓકટોબરથી સરકારે મગફળી ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે બાબરામાં મગફળીની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની ઓફિસમાં તાળા જોવા મળ્યા હતા. કલાકો સુધી રાહ જોયા બાદ અધિકારી ન દેખતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો.બાબરા માર્કેટિંગ યાર્ડમાં અધિકારી ન દેખતા ખેડૂતો મામતદાર કચેરી પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે 1 ઓકટોબરથી રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ આ માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. પણ નોંધણી અધિકારી જ હાજર ન રહેતા ખેડૂતો રોષે ભરાયા હતા.

બીજી બાજુ આજે જ આ મુદ્દે ભારતીય કિસાન સંઘે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. ખેડૂતો જ્યારે ટેકાના ભાવે પાક વેચે છે, ત્યારે રજીસ્ટ્રેશન પ્રકિયામાં ખુબજ મુશ્કેલી નડતી હોય છે. આજ પ્રશ્નને વાચા આપવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કિસાન સંઘે ખેડૂતોના પ્રશ્નોને ઝડપી ઉકેલ લાવવા માગ કરી છે.. સાથે જ ટેકાના ભાવની ખરીદીમાં રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને થતી મુસ્કેલીઓનો પણ મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વર્ષે રાજ્યમાં અનેક વિસ્તારમાં અતવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાયી છે. તો તેવા વિસ્તારમાં સર્વે અને સહાયની પણ માંગ પણ કિસાન સંઘે કરી છે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય : ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો દ્વારા અપાતાઆવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે

Next Video