AHMEDABAD : કોરોનામાં રોજી રોટી બંધ થઈ ગઈ, પણ નાબાર્ડ સહયોગ મેળાથી રોજગારીની તક મળવાની આશા જાગી

|

Oct 01, 2021 | 11:49 PM

NABARD SAHYOG MELA 2.0 :અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે વલ્લભસદન નજીક આ સહયોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું. 1 ઓક્ટોબરથી શરૂ થયેલ આ મેળો 3 ઓક્ટોબર સુધી ચાલશે.

AHMEDABAD : કોરોના કાળ દરમિયાન પણ ખેડૂતો અને એ સિવાયના ક્ષેત્રોને પણ નુકસાન થયું છે. ત્યારે આવા ક્ષેત્રને આગળ લાવવા માટે આજે નાબાર્ડ દ્વારા સહયોગ મેળા 2.0નું આયોજન કરવામાં આવ્યું. જેની શરૂઆત આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરાવી. અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે વલ્લભસદન નજીક આ સહયોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું. 1 ઓક્ટોબરથી શરૂ થયેલ આ મેળો 3 ઓક્ટોબર સુધી ચાલશે. મેળામાં એવા સ્ટોલ ધારકો પણ જોવા મળ્યા કે જેઓ પેઢીથી તેમના ધંધા સાથે જોડાયેલા છે. આવા જ વનિતા ચૌહાણ કે જેઓ કોરોનામાં તેઓની રોજી રોટી બંધ થઈ ગઈ હતી. જે બાદ આ મેળામાં તેઓએ ભાગ લેતા તેમને ફરી રોજગારીની તક મળવાની આશા જાગી છે. જેના કારણે તેઓ નાબાર્ડનો આભાર માન્યો. તેમજ સ્ટોલ ધારકોએ આવા મેળા યોજવા જોઈએ તેવું પણ જણાવ્યું.

નાબાર્ડ એ ખેડૂત અને બિન ખેડૂત પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે કોરોના માં ખેડૂત અને બિન ખેડૂત ક્ષેત્રને જે અસર પડી અને લોકો સુધી તે પ્રોડક્ટ ન પહોંચી શકી. જેના કારણે ખેડૂત પૂરતો પાક ન લઈ શક્યો જે તમામ બાબતોને ધ્યાને રાખી આ સહયોગ મેળા 2.0 નું આયોજન કરવામાં આવ્યું. જેથી ખેડૂત અને બિન ખેડૂત ક્ષેત્રની પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડી શકાય. અને ખેડૂતનો પાક વધારી શકાય.

આ પણ વાંચો : વારંવાર ટેલીકોન્ફરન્સથી કંટાળેલા શિક્ષકોનું “અમને ભણાવવા દો” અભિયાન

Next Video