
આઠમી વખત સાપ કરડવાથી વિકાસ પર કોઈ અસર થઈ નથી. વિકાસની માસી રેણુ દેવીએ જણાવ્યું કે આરતી પૂરી થયા બાદ તેઓ વિકાસ સાથે ધર્મશાળા પાછા આવી રહ્યા હતા. પછી મારી નજર વિકાસના પગ પર પડી. તેના ડાબા પગ પર સાપના ડંખના નિશાન દેખાયા, જોકે આ વખતે વિકાસને કંઇ નુકસાન થયું નથી.

તેણે કહ્યું કે અગાઉ જ્યારે પણ વિકાસને સાપ કરડતો ત્યારે તેના મોઢામાંથી ફીણ નીકળી જતું. શરીરમાં બેચેની થતી. પરંતુ આ વખતે બાલાજી મહારાજની કૃપાથી વિકાસ સાપના ડંખ પછી પણ સંપૂર્ણ સ્વસ્થ છે. એટલા માટે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા ન હતા.

આ પહેલા વિકાસે જણાવ્યું હતું કે જ્યારે તેને બીજી વખતા સાપ કરડ્યો ત્યારે સાપે સપના આવીને કહ્યું હતું કે તે નવ વખત કરડશે, અને 9 મી વખતે તેનો જીવ લેવાઇ જશે. ઉલ્લેખનીય છે કે આ ડંખ 8 મો ડંખ હતો, હવે માત્ર એક જ ડંખ બાકી છે, ત્યારે સવાલ થાય કે સાપ કેમ વારંવાર કરડે છે, શું સાપ કોઇ વેર વાડે છે ? (tv9 ગુજરાતી કોઇ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી)