કુંભમેળામાં જવાનો પ્લાન કરી રહ્યાં છો? તો વાંચો આ ખબર જેમાં તમને મળશે ગુજરાતથી કુંભ જતી ટ્રેન અને ફ્લાઈટની તમામ માહિતી

|

Jan 02, 2019 | 9:37 AM

પ્રયાગરાજમાં (અલ્હાબાદ) યોજાનાર અર્ધ કુંભ મેળાની શરૂઆત 15 જાન્યુઆરીથી થશે અને 4 માર્ચે કુંભ મેળાની સમાપ્તિ થશે. ત્યારે કુંભમેળા દરમિયાન દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુુઓ પ્રયાગરાજ પહોંચશે. જ્યાં અર્ધ કુંભ મેળાનું આયોજન થયું છે તે પ્રયાગ ઘાટ સ્ટેશનથી ચાલતા જવાય તેટલા અંતરે છે.   પ્રયાગરાજ (અલ્હાબાદ)ના એરપોર્ટ પર સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાનું દરરોજની એક ફ્લાઈટ તો […]

કુંભમેળામાં જવાનો પ્લાન કરી રહ્યાં છો? તો વાંચો આ ખબર જેમાં તમને મળશે ગુજરાતથી કુંભ જતી ટ્રેન અને ફ્લાઈટની તમામ માહિતી

Follow us on

પ્રયાગરાજમાં (અલ્હાબાદ) યોજાનાર અર્ધ કુંભ મેળાની શરૂઆત 15 જાન્યુઆરીથી થશે અને 4 માર્ચે કુંભ મેળાની સમાપ્તિ થશે. ત્યારે કુંભમેળા દરમિયાન દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુુઓ પ્રયાગરાજ પહોંચશે. જ્યાં અર્ધ કુંભ મેળાનું આયોજન થયું છે તે પ્રયાગ ઘાટ સ્ટેશનથી ચાલતા જવાય તેટલા અંતરે છે.

 

પ્રયાગરાજ (અલ્હાબાદ)ના એરપોર્ટ પર સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાનું દરરોજની એક ફ્લાઈટ તો દિલ્હીથી આવતી જ હોય છે. પરંતુ મેળા દરમિયાન વિવિધ એરલાઈન્સ એક દિવસમાં એક ફ્લાઈટ કરતા વધુ ફ્લાઈટની સેવા આપે છે. સરકાર દ્વારા રૂટિન ટ્રેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન્સ પણ દોડાવવામાં આવનાર છે. તો મેળા સુધી આવતા લોકોને સરળતા રહે તે માટે ટેમ્પરરી રોડ પણ બનાવવામાં આવ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અલ્હાબાદ NH-2 પર આવેલું છે જે દિલ્હીથી કોલકાતા સુધીનો છે. એટલે જ પ્રયાગરાજ (અલ્હાબાદ) બાય રોડ પહોંચવું હોય તો દિલ્હી, આગ્રા, કાનપુર, વારાણસી, પટના, કોલકાતાથી પહોંચવું સરળ રહે છે. આ હાઈવે સ્મૂધ અને સારી રીતે સચવાયેલો છે અને વધારે ભીડ પણ નથી હોતી. અને એક વખત જો તમે પ્રયાગરાજ પહોંચી જાઓ તો પછી ઑટોરીક્ષા કે સાઈકલરીક્ષા લઈ મેળા સુધી પહોંચી શકો છો. એપ્લિકેશનથી ચાલતી કૅબ સર્વિસ પણ પ્રયાગરાજમાં ચાલે છે.

હવે વાત કરીએ ગુજરાતના મુખ્ય સેન્ટર અમદાવાદથી પ્રયાગરાજ સુધી ટ્રેનમાં પહોંચવું હોય તો કઈ ટ્રેન લેશો અને કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે:

અમદાવાદથી પ્રયારરાજનું અંતર: 

એટલે સ્વાભાવિક છે કે ગુજરાતથી પ્રયાગરાજ બાય રોડ જવું હિતાવહ નથી.

પ્રયાગરાજ અને અમદાવાદ વચ્ચે કુલ 9 ટ્રેન ચાલે છે. કેટલીક મહત્ત્વની ટ્રેન જોઈએ તો અમદાવાદ પટના સ્પેશિયલ, ગરભા એક્સપ્રેસ, ઓખા BSB એક્સપ્રેસ, ADI ALD એક્સપ્રેસ, ADI પટના સ્પેશિયલનો સમાવેશ થાય છે.

અમદાવાદથી પહેલી ટ્રેન જે પ્રયાગરાજ જાય છે તે છે અલ્હાબાદ વીકલી એક્સપ્રેસ જે અમદાવાદ રેલ્વે સ્ટેશનથી બપોરે 2 વાગ્યે નીકળે છે. જ્યારે કે ગરભા એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ જતી સૌથી છેલ્લી ટ્રેન હોય છે જે રાત્રે 11.30 કલાકે નીકળે છે.

અમદાવાદથી પ્રયાગરાજ જતી સૌથી ઝડપી ટ્રેન એટલે કે સૌથી ઓછો સમય લેતી ટ્રેન છે ગરભા એક્સપ્રેસ જે 23 કલાકમાં તમને પ્રયાગરાજ પહોંચાડી દે છે.

અમદાવાદાના વિવિધ સ્ટેશન પરથી તમે આ ટ્રેન બોર્ડ કરી શકો છો તો પ્રયાગરાજના 3 સ્ટેશન પર તમે ઉતરી શકો છો.

આ પણ વાંચો: કેમ, કેવી રીતે અને કયા ફાયદા માટે લોકો બને છે નાગા બાવા?

 અમદાવાદથી પ્રયાગરાજ સુધીની ટ્રેન:

અમદાવાદથી પ્રયાગરાજની ડાયરેક્ટ ફ્લાઈટ વિશેની માહિતી: 

(નોંધ: આ ફ્લાઈટ આજની તારીખ પ્રમાણે છે. તમે તમારી પસંદગીની તારીખ પ્રમાણે કેટલી અને કઈ ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે તે ઈન્ટરનેટ પરથી જાણી શકો છો.)

આ પણ વાંચો: કુંભ 2019 : અહીં એક વિલામાં એવી છે એવી ખૂબીઓ કે જેના માટે આપે ચુકવવી પડશે એક રાતની 32 હજાર રૂપિયા કિંમત

જ્યારે કે જો તમે અમદાવાદથી ફ્લાઈટ લઈને નહીં અથવા તો અમદાવાદથી મોંઘી ફ્લાઈટ મળી રહી હોય તો નીચે જણાવેલા શહેરો સુધી પહોંચીને ત્યાંથી પણ પ્રયાગરાજ સુધીની ફ્લાઈટ લઈ શકો છો.

અથવા તો અમદાવાદથી લખનઉ ફ્લાઈટ લઈ પહોંચી, લખનઉથી બાય રોડ પ્રયાગરાજ પહોંચી શકો છો. લખનઉથી પ્રયાગરાજનું અંતર 200 કિમી છે. તમે 4 કલાકની બાય રોડ મુસાફરી કરી લખનઉથી પ્રયાગરાજ પહોંચી શકો છો.

[yop_poll id=440]

કુંભમેળા પર TV9 ગુજરાતી ખાસ સીરિઝ ચલાવી રહ્યું છે. આ સીરિઝમાં તમને મળશે કુંભમેળાને લગતી તમામ જાણકારી જેમ કે; ક્યાં રોકાશો, ક્યાં ખાશો-પીશો, કેવી રીતે કુંભમેળા સુધી પહોંચશો. કુંભમેળાને લગતી આ તમામ ખબરો અને સ્ટોરીઝની અપડેટ મેળવવા આ Whatsapp Group જોઈન કરો. ઉપરાંત, તમે આ લિંક પર ક્લિક કરીને પણ કુંભમેળાને લગતી ખબરો વાંચી શકો છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:37 am, Wed, 2 January 19

Next Article