
જો તમારું PAN કાર્ડ ખોવાઈ ગયું હોય. તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે તેને સરળતાથી ફરીથી મેળવી શકો છો. 10 અંકના આલ્ફાન્યૂમેરિક સાથેનું લેમિનેટેડ “PAN કાર્ડ” જે ભારતના આવકવેરા વિભાગ દ્વારા કાયમી એકાઉન્ટ નંબર (PAN) તરીકે ઓળખાય છે. તે દરેક નાણાકીય વ્યવહાર માટે જરૂરી સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આમાં કાર્ડધારકનું નામ, લિંગ, જન્મ તારીખ PANમાં સામેલ હોય છે. કોઈપણ વ્યક્તિ ખોવાય ગયેલ પેન કાર્ડ ન મળે તો સરળતાથી નવું બનાવડાવી શકે છે .
જો તમારું અસલ પાન કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તમને મળી ન રહ્યું હોય તો તમે ડુપ્લિકેટ પાન કાર્ડ માટે ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકો છો. તમે આઇટી વિભાગના ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક પાન કાર્ડ અથવા ઇ-પાન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો. જે સાઈટનો ઉપયોગ કરીને કેવી રીતે પેન કાર્ડ ડાઉનલોડ કરવું તેના કેટલાક સ્ટેપ અમે તમને જણાવી રહ્યા છે.
અરજીની ચુકવણી કર્યા પછી એક સ્વીકૃતિ ફોર્મ જારી કરવામાં આવશે. આ ફોર્મ જરૂરી, સ્વ-પ્રમાણિત વિગતો માટે કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે. જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર, મતદાર આઈડી કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર, વગેરે સાથે પ્રિન્ટ કરીને સબમિટ કરવું .