ફોનને આખી રાત ચાર્જમાં રાખવો કેટલું સલામત ? મેળવો સાચી માહિતી

|

Feb 23, 2023 | 8:42 PM

આપણા માંથી મોટાભાગના લોકોની આદત હશે આખી રાત ફોન ચાર્જમાં રાખવાની, પરંતુ શું તમને એ બાબત ખ્યાલ છે કે ફુલ નાઇટ ફોન ચાર્જમાં રાખવાથી શું નુકસાન થાય છે.

ફોનને આખી રાત ચાર્જમાં રાખવો કેટલું સલામત ? મેળવો સાચી માહિતી
phone

Follow us on

Phone Charging Overnight: આજકાલ લોકો દિવસભર સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને રાત્રે જ ફોન ચાર્જ કરવાનો મોકો મળે છે. આ જ કારણ છે કે તેઓ આખી રાત ફોનને ચાર્જ પર મૂકી દે છે. ઘણી વખત ભૂલથી ઊંઘી જવાને કારણે આપણે ફોનને ચાર્જમાંથી દૂર કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ફોનને આખી રાત ચાર્જિંગ પર રાખીએ છીએ ત્યારે શું થાય છે અને શું તેની અસર આપણા ફોન અને બેટરી પર થાય છે? આવો જાણીએ…

મોટાભાગના નિષ્ણાતો એક વાત પર સહમત છે કે સ્માર્ટફોન એટલા સ્માર્ટ છે કે ઓવરલોડ ન થાય. ટેબ્લેટ અથવા સ્માર્ટફોન અથવા લેપટોપની અંદર વધારાની સુરક્ષા ચિપ ખાતરી કરે છે કે ઓવરલોડિંગ થતું નથી. એકવાર આંતરિક લિથિયમ-આયન બેટરી તેની ક્ષમતાના 100% સુધી પહોંચી જાય, ચાર્જિંગ બંધ થાય છે.

જો તમે તમારા સ્માર્ટફોનને આખી રાત પ્લગ-ઇન છોડી દો છો, તો દરેક વખતે જ્યારે બેટરી 99% સુધી ઘટશે ત્યારે તે સતત થોડી ઊર્જાનો ઉપયોગ કરતું રહશે.આના કારણે સ્માર્ટફોનની લાઇફ ખરાબ થાય.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એકવાર ફોનની બેટરી 100% ચાર્જ થઈ જાય, આધુનિક ઈલેક્ટ્રોનિક્સ આપોઆપ તેને ચાર્જ કરવાનું બંધ કરી દેશે, છતા સતત ફોન અખી રાત ચાર્જમાં રાખવાથી બેટરીને નુકસાન થાય છે. તમારા ફોનમાં કેટલું ચાર્જ થઈ રહ્યું છે તે કોઈ મુદ્દો નથી, કારણ કે સ્માર્ટફોન એકવાર ફુલ થઇ ગયા પછી ચાર્જ થવાનું બંધ કરવા માટે જાતે જ સક્ષમ છે એટલા સ્માર્ટ છે.

સમસ્યા  ક્યારે થઈ  શકે છે: જ્યારે બેટરી વધુ ગરમ થાય છે ત્યારે આ સમસ્યા થાય છે, જેનાથી નુકસાન થઈ શકે છે, ઉપરાંત ફોનને આખી રાત રાખવાથી ફોનનું બોડી હિટ પકડે છે, જેના કારણે ફોનને પણ નુકસાન થાય છે અને ઘણી વખત બ્લાસ્ટ પણ થઇ શકે.

Next Article