માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ફરી એકવાર વધી ! જાણો શું છે કારણ અને વધતા જોખમ ?

પૃથ્વી પરના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સતત વધી છે. હિમાલયના બાકીના ભાગો પણ સતત વધી રહ્યા છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે 2 મિલીમીટર વધી રહી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવરેસ્ટની ઊંચાઈ કેમ સતત વધી રહી છે, તેના પાછળના કારણો શું છે અને તેનાથી કેટલું જોખમ છે.

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ફરી એકવાર વધી ! જાણો શું છે કારણ અને વધતા જોખમ ?
Mount Everest
| Updated on: Oct 09, 2024 | 7:28 PM

ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના અથડામણથી ચારથી પાંચ મિલિયન વર્ષ પહેલાં હિમાલયની રચના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી પરના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સતત વધી છે. હિમાલયના બાકીના ભાગો પણ સતત વધી રહ્યા છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે 2 મિલીમીટર વધી રહી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવરેસ્ટની ઊંચાઈ કેમ સતત વધી રહી છે, તેના પાછળના કારણો શું છે અને તેનાથી કેટલું જોખમ છે. એવરેસ્ટની ઊંચાઈ કેટલી વધી ? માઉન્ટ એવરેસ્ટ 8,849 મીટર (29,032 ફૂટ) ઊંચો છે. નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, છેલ્લા 89,000 વર્ષોમાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 15 થી 50 મીટર વધી છે. અભ્યાસ કહે છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. દર વર્ષે એવરેસ્ટની ઊંચાઈ લગભગ 2 મિલીમીટર વધી રહી છે. બેઇજિંગની ચાઇના યુનિવર્સિટી ઓફ જીઓસાયન્સિસના ભૂસ્તરશાસ્ત્રી અને અભ્યાસના લેખક જિન-ઝેન ડાઇ કહે છે કે માઉન્ટ એવરેસ્ટ હિમાલયના અન્ય સર્વોચ્ચ શિખરો કરતાં લગભગ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us