
પણ OK કેમ લખાય છે?- “Horn Ok Please” માં ઓકે લખવા માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. જેનું એક કારણ એ હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડીઝલની ભારે અછત હતી. આવી સ્થિતિમાં, ટ્રકો કેરોસીન પર ચાલતી હતી અને તેમાં કેરોસીન પણ પાછળના કન્ટેનરમાં રાખવામાં આવતું હતું જે ખૂબ જ જ્વલનશીલ હતું. જેથી પાછળથી આવતા વાહનોને ચેતવણી આપવા માટે ટ્રકની પાછળ OK એટલે કે ઓન કેરોસીન (On Kerosine) લખેલું હતું.

આ બીજું કારણ છે- આપણે અગાઉ કહ્યું તેમ, હોર્ન ઓકે પ્લીઝ લખવા પાછળ ઘણા કારણો છે. તેનું બીજું કારણ એ છે કે જૂના જમાનામાં મોટાભાગના રસ્તાઓ સાંકડા હતા અને વાહનોને એકબીજાથી આગળ નીકળી જવા માટે બહુ ઓછી જગ્યા હતી. જેના કારણે અકસ્માત થવાનું પણ જોખમ હતું.

આવી સ્થિતિમાં મોટી ટ્રકોની પાછળ Horn Ok Please લખેલું હતું અને Ok ની ઉપર એક બલ્બ પણ હતો. ઓવરટેક કરતા વાહનો પહેલા હોર્ન મારે એટલે ટ્રક ડ્રાઇવર લાલ બલ્બ ઓન કરી ઓવરટેક કરવા સંકેત આપે.