
ઘોડાને નાળ કેમ પહેરાવામાં આવે છે ? આ સવાલ તમારા મનમાં પણ હશે. જંગલી ઘોડાઓ સિવાય લગભગ તમામ ઘોડાઓને નાળ પહેરાવામાં આવે છે. ઘોડાઓને નાળ પહેરાવાનો મુખ્ય હેતુ પગની ખરીના ઘસારાને અટકાવાનો છે. ઘોડાઓને મોટાભાગે પાકા રસ્તાઓ પર ચાલવાનું હોય છે, જેના કારણે તેના પગની ખરી ઘસાવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પણ ઘોડાને નાળ પહેરાવાના કેટલાક કારણો છે, જેના વિશે આ લેખમાં જાણીશું. શા માટે ઘોડાને નાળ પહેરાવામાં આવે છે ? વિવિધ પબ્લિક ડોમેઈન પર ઉપલબ્ધ માહિતી અનુસાર, નાળ ઘોડાઓના પગને સ્થિરતા આપવામાં મદદ કરે છે. ઘોડાની ખરી મનુષ્યના નખ જેવા પદાર્થમાંથી જ બને છે, જેને કેરાટિન કહેવાય છે. જો કે, ખરીમાં નરમ અને કોમળ આંતરિક ભાગ હોય છે, જેને ઈજા પહોંચવાની શક્યતા રહે છે. જ્યારે ઘોડો ચાલે છે ત્યારે સ્વભાવિક રીતે ખરીઓ ઘસાઈ જાય છે. તેથી ખરી પર નાળ લગાવાથી તેને ઘસારો ઓછો આવે છે અને ખરીના આંતરિક ભાગમાં ઈજા થવાની શક્યતા પણ ઓછી રહે છે. નાળ શેનાથી બને છે ? ઘોડાની...