
મહાભારત ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હતું. આ યુદ્ધ પાછળ ઘણા કારણો જવાબદાર હતા. જો આપણે મુખ્ય કારણ વિશે વાત કરીએ તો, દુર્યોધન પાંડવોને રાજ્યમાં કોઈ હિસ્સો આપવા માંગતા નહોતા. ઘણા દિવસોથી ચાલી રહેલા આ વિવાદનો જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે શ્રી કૃષ્ણ પાંડવો વતી શાતિદૂત બનીને હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુરમાં શ્રીકૃષ્ણએ પાંડવોને માત્ર પાંચ ગામો આપવાનો કૌરવો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમાં શાતિદૂત તરીકે ગયા અને પાંચ ગામો આપવાનો પ્રસ્તાવ મૂક્યો, તો આ સાંભળીને ધૃતરાષ્ટ્ર પણ કૃષ્ણની વાત માની ગયા હતા. તેમણે દુર્યોધનને શ્રી કૃષ્ણની આજ્ઞા પાળવા માટે સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે આપણે પાંચ ગામ પાંડવોને આપીને યુદ્ધ ટાળવું જોઈએ. પરંતુ દુર્યોધને ગુસ્સે થઈને કહ્યું કે, પાંચ ગામ તો શું, સોયના નાકા જેટલી જમીન પણ હું પાંડવોને નહીં આપું અને હવે નિર્ણય યુદ્ધથી જ કરવામાં આવશે. પાંડવોએ કયા પાંચ ગામ માગ્યા હતા ? દુર્યોધને શ્રીકૃષ્ણના પ્રસ્તાવને નકારી કાઢ્યા બાદ ભયંકર યુદ્ધ થયું અને કુરુક્ષેત્રની ભૂમિ પરથી ધર્મની પુનઃસ્થાપના થઈ....
Published On - 5:25 pm, Tue, 20 August 24