AD (ઈ.સ.) અને BC (ઈ.સ. પૂર્વે) વચ્ચે શું છે તફાવત ? જાણો સરળ ભાષામાં તેનો અર્થ

AD અને BC એટલે કે ઈ.સ. અને ઈ.સ. પૂર્વે શબ્દો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ અથવા તો ઈતિહાસની ઘટનાઓ વાંચતી વખતે નજરમાં આવતા હોય છે, પરંતુ ઘણા લોકો હશે, જે તેનો અર્થ જાણતા નહીં હોય, ત્યારે આજે અમે તમને આ લેખમાં AD એટલે કે (ઈ.સ.) અને BC એટલે કે ઈસા પૂર્વે વચ્ચે શું તફાવત છે અને તેનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું.

AD (ઈ.સ.) અને BC (ઈ.સ. પૂર્વે) વચ્ચે શું છે તફાવત ? જાણો સરળ ભાષામાં તેનો અર્થ
AD & BC
| Updated on: Sep 28, 2024 | 7:33 PM

ઐતિહાસિક ઘટનાઓ વિશેની માહિતી વાંચતી વખતે આપણે ઘણીવાર AD અને BC જેવા શબ્દો વાંચીએ છીએ, જે આપણને ઇતિહાસમાં ક્યારે અને કઈ ઘટનાઓ બની તે સમજવામાં મદદ કરે છે. આજે અમે તમને આ લેખમાં AD એટલે કે ઈસવીસન (ઈ.સ.) અને BC એટલે કે ઈસા પૂર્વે વચ્ચે શું તફાવત છે અને તેનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું. ADનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય, જ્યારે BCનો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય થાય છે. ADનું ફુલ ફોર્મ Anno Domini થાય છે, જ્યારે BC નું ફુલ ફોર્મ Before Christ થાય છે. હાલમાં વર્ષની ગણતરી ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મની તારીખથી થાય છે. જો કોઈ ઘટના વર્ષ 2024માં બને છે, તો તેનો અર્થ એ છે કે ઘટના ઈસુ ખ્રિસ્તના જન્મના 2024 વર્ષ પછી બની છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની તમામ તારીખો ઈ.સ. પૂર્વે એટલે કે અંગ્રેજીમાં Before Christ અથવા BC અથવા BCE લખવામાં આવે છે. AD (ઈ.સ.)નો અર્થ શું થાય છે ? કેટલીકવાર...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો