કાળા પાણીની સજા એટલે શું ? નામ સાંભળતા જ થરથર ધ્રૂજવા લાગતા કેદી, ક્યાં આવેલી છે આ જેલ ?

|

Oct 06, 2024 | 4:31 PM

અંગ્રેજોએ ભારતની આઝાદી માટે લડી રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ પર ત્રાસ ગુજારવામાં કોઈ કસર છોડી નહોતી. સ્વાતંત્ર્ય સેનાનીઓને સામાન્ય લોકોથી દૂર રાખવા માટે એક જેલ બનાવવામાં આવી હતી જે ભારતની બાકીની જેલો કરતા અલગ હતી. આ જેલ કાળા પાણી કે સેલ્યુલર જેલ તરીકે ઓળખાતી હતી.

કાળા પાણીની સજા એટલે શું ? નામ સાંભળતા જ થરથર ધ્રૂજવા લાગતા કેદી, ક્યાં આવેલી છે આ જેલ ?
Kala Pani

Follow us on

કાળા પાણીની સજા એ વીતેલા જમાનાની એવી સજા હતી, જેનું નામ સાંભળતા જ કેદીઓ ધ્રૂજી ઉઠતા હતા. હકીકતમાં આ એક જેલ હતી, જે સેલ્યુલર જેલ તરીકે જાણીતી હતી. આજે પણ લોકો તેને આ નામથી જ ઓળખે છે. અંગ્રેજોએ ભારતની આઝાદી માટે લડી રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ પર ત્રાસ ગુજારવામાં કોઈ કસર છોડી નહોતી. સ્વાતંત્ર્ય સેનાનીઓને સામાન્ય લોકોથી દૂર રાખવા માટે એક જેલ બનાવવામાં આવી હતી જે ભારતની બાકીની જેલો કરતા અલગ હતી.

આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરમાં સેલ્યુલર જેલ બનાવવામાં આવી હતી. આ જેલ બનાવવાનો વિચાર અંગ્રેજોના મનમાં 1857ના વિદ્રોહ પછી આવ્યો હતો. એટલે કે આ જેલ અંગ્રેજો દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓને કેદ કરવા માટે બનાવવામાં આવી હતી. તેનું નિર્માણ કાર્ય 1896માં શરૂ થયું હતું અને તે 1906માં પૂર્ણ થયું હતું.

કાળા પાણી નામ કેવી રીતે પડ્યું ?

જે સ્વાતંત્ર્ય સેનાનીને આ સેલ્યુલર જેલમાં મોકલવામાં આવતા હતા તેને સરળ બોલચાલની ભાષામાં કહેવામાં આવતું હતું કે તેને કાળા પાણીની સજા થઈ છે. તો કાલા પાણી શબ્દનો અર્થ થાય છે મૃત્યુનું સ્થળ જ્યાંથી કોઈ પાછું ફરતું નથી. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે, આંદામાન ટાપુ પર જતી વખતે દરિયાઈ માર્ગે મુસાફરી કરવી પડતી. તે સમયે હિંદુઓમાં એવી માન્યતા હતી કે જો કોઈ સમુદ્ર પાર કરે તો તે ધર્મ ભ્રષ્ટ થયો કહેવાય. તેથી આ લોકોને તેમની જ્ઞાતિમાંથી બહાર કાઢવામાં આવતા એટલા માટે દરિયાના પાણીને કાળું પાણી કહેવામાં આવતું હતું અને તેથી જ આંદામાન જેલનું નામ કાળા પાણીની સજા પડ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

જેલ માટે કેમ આ જગ્યા પસંદ કરવામાં આવી ?

બ્રિટિશ શાસન દરમિયાન નિર્વાસિત રાજકીય કેદીઓને અહીં એકાંત કેદમાં રાખવામાં આવતા હતા. આઝાદીની ચળવળમાં અવાજ ઉઠાવનારા ક્રાંતિકારીઓને દૂર રાખી શકાય તે માટે અહીં જેલ બનાવવામાં આવી હતી. બટુકેશ્વર દત્ત, બાબારાવ સાવરકર, વિનાયક દામોદર સાવરકર, દિવાન સિંહ સહિત ઘણા લોકોને અહીંની જેલમાં કેદ રાખવામાં આવ્યા હતા.

અંગ્રેજોએ કેદીઓને રાખવા માટે આ જગ્યા ખાસ પસંદ કરી હતી. આના ઘણા કારણો હતા. જેલની આસપાસ પાણીયુક્ત વિસ્તાર છે, જ્યાંથી કેદીઓ માટે ભાગવું અશક્ય છે અને તેમને બહારથી ભાગવામાં મદદ કરવી અશક્ય છે. અલગ-અલગ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે કેદીઓ માટે અહીંથી ભાગવું અશક્ય હતું.

આજે પણ અહીંની જેલ અન્ય જેલોની સરખામણીમાં ઘણી મજબૂત માનવામાં આવે છે. પોર્ટ બ્લેયર જેલના ઉદાહરણ પરથી સમજીએ તો અંગ્રેજોએ તેને બનાવવા માટે અલગ-અલગ જગ્યાએથી સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. આ માટે બર્માથી આયાત કરાયેલી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સેલ્યુલર જેલની રચના

સેલ્યુલર જેલમાં ત્રણ માળ સાથે 7 શાખાઓ બનાવવામાં આવી હતી, જેમાં 696 સેલ તૈયાર કરવામાં આવ્યા હતા, દરેક સેલનું કદ 4.5 મીટર x 2.7 મીટર હતું. બારીઓ ત્રણ મીટરની ઉંચાઈ પર આવેલી હતી એટલે કે કોઈપણ કેદી જેલમાંથી બહાર નીકળવા માંગતો હોય તો તે સરળતાથી નીકળી શકતો હતો, પરંતુ ચારેબાજુ પાણી હોવાથી તે ક્યાંય ભાગી શકતો ન હતો.

આ સેલ્યુલર જેલના નિર્માણમાં એ સમયે લગભગ 5.17 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેલની સાત શાખાની વચ્ચે એક ટાવર છે. આ ટાવરમાંથી જ તમામ કેદીઓ પર નજર રાખવામાં આવતી હતી. ટાવરની ટોચ પર એક વિશાળ ઘંટ લગાવવામાં આવ્યો હતો. જે કોઈપણ પ્રકારનો સંભવ ખતરો હોય ત્યારે વગાડવામાં આવતો હતો.

માનસિક ત્રાસ અને આત્મહત્યા

સેલ્યુલર જેલ ઓક્ટોપસની જેમ સાત શાખાઓમાં ફેલાયેલી હતી, જેમાં કુલ 696 સેલ તૈયાર કરવામાં આવ્યા હતા. અહીં એક કેદીને બીજાથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવતો હતો. જેલમાં દરેક કેદી માટે અલગ સેલ હતો. અહીં કેદીઓને એકબીજાથી અલગ રાખવાનો એક હેતુ એ હોઈ શકે છે કે કેદીઓ આઝાદીની ચળવળને લગતી કોઈ યોજના બનાવી શકતા નહીં અને એકલતાનું જીવન જીવીને તેઓ અંદરથી તૂટી જાય જેથી તેઓ કોઈ પણ પ્રકારનું પ્રદર્શન ન કરે. સરકાર પ્રત્યે બળવો કરવાની સ્થિતિમાં ન રહે.

આ જેલમાં બંધ ક્રાંતિકારીઓને ખૂબ જ યાતનાઓ આપવામાં આવતી હતી. ક્રાંતિકારીઓને નાળિયેર અને સરસવ પીસવાનું કામ સોંપવામાં આવતું હતું. દરેક કેદીને 30 પાઉન્ડ નાળિયેર અને સરસવ પીસવાનું હતું. જો તે આમ ન કરી શકે તો તેને ખરાબ રીતે મારવામાં આવતા અને બેડીઓથી બાંધી દેવામાં આવતા હતા.

આ જેલમાં કેદીઓને સખત મહેનત કરવા છતાં તેમને પૂરતું ભોજન પણ મળતું ન હતું. કેદીઓનો મોટાભાગનો સમય મજૂરીમાં પસાર થતો હતો. જો કામ સમયસર પૂરું ન થાય તો કેદીઓને સખતમાં સખત સજા આપવામાં આવતી હતી. પરિણામે ઘણા કેદીઓ શારીરિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. તો કેટલાકે આત્મહત્યા પણ કરી હતી. આ જ કારણ હતું કે અહીં જેલમાં આપવામાં આવતી સજાને કાળા પાણીની સજા કહેવામાં આવે છે.

કયા ક્રાંતિકારીઓએ આ જેલમાં ભોગવી હતી સજા ?

બ્રિટિશ સરકાર દ્વારા આ જેલનો ઉપયોગ બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા ક્રાંતિકારીઓને સખત સજા આપવા માટે કરવામાં આવતો હતો. રાજકીય કેદીઓમાં દામોદર વીર સાવરકર, યોગેન્દ્ર શુક્લા, બટુકેશ્વર દત્ત, બાબા રાવ સાવરકર, વિનાયક, સચિન્દ્ર નાથ સાન્યાલ, હરે કૃષ્ણ કોનાર, ભાઈ પરમાનંદ, સોહન સિંહ, સુબોધ રાય અને ત્રિલોકી નાથ ચક્રવર્તી, મહંમદ હમદ દેવબંદી, હુસૈન અહેમદ મદની અને જાફર થાનેસરીના નામ જાણીતા છે.

આ જેલમાં આ ક્રાંતિકારીઓને ભારે ત્રાસનો સામનો કરવો પડ્યો હતો અને બ્રિટિશ સરકાર દ્વારા તેમના પર ત્રાસ વર્તાવ્યો હતો. આ જેલ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નાયકોના બલિદાનનું પ્રતિક બની ગઈ છે. સેલ્યુલર જેલનો કાળો અધ્યાય 1947માં ભારતની આઝાદી સાથે સમાપ્ત થયો હતો.

વર્ષ 1942માં જાપાની શાસકોએ આંદામાન પર કબજો કર્યો અને અંગ્રેજોને ત્યાંથી હાંકી કાઢ્યા. તે સમયે તેમણે સેલ્યુલર જેલની 7માંથી 2 શાખાઓનો નાશ કર્યો હતો. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આ જેલની વધુ બે શાખાઓ તોડી પાડવામાં આવી હતી. બાકીની ત્રણ શાખાઓ અને મુખ્ય ટાવરને 1969માં રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઘણા પ્રવાસીઓ આંદામાન અને નિકોબારની મુલાકાત લેવા જાય છે, ત્યારે તેઓ સેલ્યુલર જેલ જોવા પણ જાય છે.

Next Article