
ભારે સ્કુલ બેગ વાળા નાના બાળકોને જોઈને દરેકનું હૃદય દુઃખી થઈ જાય છે. સ્કૂલ બેગના વજનને કારણે ઘણી વખત બાળકોના ખભા ઝુકી જાય છે. બાળકો બેગના ભારથી થાકી જાય છે. બાળકોનો આ બોજ ઓછો કરવા માટે ભારત સરકારે સ્કૂલ બેગ પોલિસી તૈયાર કરી છે.
સ્કૂલ બેગ પોલિસી હેઠળ નક્કી કરવામાં આવ્યું છે કે બાળકના ખભા પર કેટલા કિલોની બેગ લટકાવી શકાય. તેનો નિર્ણય બાળકના વર્ગ અને વજન પ્રમાણે લેવામાં આવશે. નેશનલ સ્કૂલ બેગ પોલિસી લાગુ થવાથી બાળકોને ઘણી રાહત મળશે. પછી તેમના પર વધારાના પુસ્તકો કે કોપીઓનું દબાણ નહીં આવે.
નેશનલ સ્કૂલ બેગ પોલિસી મુજબ, 10 થી 16 કિલો વજનના પ્રિ-પ્રાઈમરી ક્લાસમાં ભણતા બાળકોએ પોતાની સાથે સ્કૂલ બેગ રાખવાની જરૂર નથી. જે બાળકો પ્રથમ અને બીજા વર્ગમાં ભણતા હોય અને તેમનું વજન 16 થી 22 કિગ્રાની આસપાસ હોય, તેઓ માત્ર 1.6 થી 2.2 કિગ્રા મહત્તમ વજનની બેગ લઈ જશે.
જે બાળકો 6ઠ્ઠા, 7મા કે 8મા ધોરણમાં ભણતા હોય અને તેમનું વજન 20 થી 30 કિગ્રા હોય, તેમણે વધુમાં વધુ 2 થી 3 કિગ્રાની બેગ પોતાની સાથે શાળાએ (સ્કૂલ બેગ વેઈટ) લઈને જવાનું હોય છે. જો કે, જો કોઇનું વજન 25 થી 40 કિલોની વચ્ચે હોય, તો તેઓ તેમની સાથે 2.5 થી 4 કિલોની બેગ શાળાએ લઈ જઈ શકે છે.
ધોરણ 9 થી 12 માં ભણતા બાળકો તેમની સાથે 2.5 કિલોથી 5 કિલો વજનની બેગ લઈ જઈ શકે છે. ધોરણ 9 અથવા 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, તેમની બેગનું વજન 2.5 કિગ્રાથી 4 અથવા 5 કિગ્રા સુધી જ હોઈ શકે છે. ધોરણ 11 અથવા 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન 3.5 થી 5 કિલો વજન વાળું બેગ લઇ જઇ શકે છે.
સ્કૂલ બેગ પોલિસી કેવી હોવી જોઇએ ?
સ્કૂલ બેગનું વજન વિદ્યાર્થીના વજનના 10 ટકાથી વધું હોવું જોઇએ નહીં.