નેપાળને ભારતમાં થવું હતુ સામેલ, તો પછી જવાહર લાલ નહેરુએ ઓફર કેમ ઠુકરાવી?

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના પુસ્તક "ધ પ્રેસિડેન્શિયલ યર્સ" માં લખ્યું છે કે નેપાળ ભારતમાં સામેલ કરવા થવા માંગતુ હતુ, પરંતુ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ આ દરખાસ્ત નકારી કાઢી હતી.

નેપાળને ભારતમાં થવું હતુ સામેલ, તો પછી જવાહર લાલ નહેરુએ ઓફર કેમ ઠુકરાવી?
Nepal wanted to join India
| Updated on: Sep 11, 2025 | 10:32 AM

વાત 1949-50ની છે. ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ હતી અને ચીને 1950૦ સુધીમાં પોતાની વિસ્તરણવાદી નીતિ હેઠળ તિબેટ પર કબજો કરી લીધો હતો. તે જ સમયગાળા દરમિયાન, ચીન અને ભારત વચ્ચે સ્થિત એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર નેપાળ પણ રાજકીય અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહ નેપાળના રાજા હતા. ચીનના વધતા આક્રમણથી ત્રિભુવન બીર ચિંતિત હતા. પછી તેમણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુને હિમાલયી દેશ નેપાળને ભારતમાં સામેલ કરી તેને એક રાજ્ય બનાવવાની ઓફર કરી હતી પરંતુ પંડિત નેહરુએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.

નેપાળ ભારતમાં થવા માંગતુ હતુ સામેલ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના પુસ્તક “ધ પ્રેસિડેન્શિયલ યર્સ” માં લખ્યું છે કે નેપાળ ભારતમાં સામેલ કરવા થવા માંગતુ હતુ, પરંતુ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ આ દરખાસ્ત નકારી કાઢી હતી. મુખર્જીના મતે, નેપાળના રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહે આ દરખાસ્ત મુકી હતી પરંતુ પંડિત નેહરુએ આ દરખાસ્તને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તે આવું જ રહેવું જોઈએ.

જો ઈન્દિરા ત્યાં હોત, તો પરિસ્થિતિ અલગ હોત

પોતાના પુસ્તકના 11મા પ્રકરણમાં “માય પ્રાઈમ મિનિસ્ટર”: મુખર્જીએ લખ્યું છે કે, “જો ઈન્દિરા ગાંધી નેહરુની જગ્યાએ વડા પ્રધાન હોત, તો તેમણે કદાચ આ તકનો લાભ લીધો હોત, જેમ તેમણે સિક્કિમના કિસ્સામાં કર્યું હતું.” તેમણે એમ પણ લખ્યું છે કે, “દરેક વડા પ્રધાનની પોતાની કાર્યશૈલી હોય છે. લાલ બહાદુર શાસ્ત્રીએ નેહરુથી સંપૂર્ણપણે અલગ અભિગમ અપનાવ્યો હતો. વડા પ્રધાનો, ભલે તેઓ એક જ પક્ષના હોય, વિદેશ નીતિ, સુરક્ષા અને આંતરિક વહીવટ જેવા મુદ્દાઓ પર અલગ અલગ દ્રષ્ટિકોણ રાખી શકે છે.”

પંડિત નેહરુએ નેપાળ પર રાજદ્વારી અભિગમ અપનાવ્યો હતો

પ્રણવ મુખર્જીએ આગળ લખ્યું છે કે પંડિત નેહરુએ નેપાળના મુદ્દા પર રાજદ્વારી અભિગમ અપનાવીને કામ કર્યું હતું. તેઓ લખે છે કે, “નેપાળમાં રાણાઓનું શાસન રાજાશાહી દ્વારા બદલવામાં આવ્યું હતું, જ્યારે નેહરુ ત્યાં પણ લોકશાહી શાસન વ્યવસ્થા ઇચ્છતા હતા.” પુસ્તકમાં લખેલું છે કે નેહરુએ પછી રાજા ત્રિભુવનને કહ્યું હતું કે નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તે આવું જ રહેવું જોઈએ.” જોકે, કેટલાક સ્ત્રોતો અને ઇતિહાસકારો અનુસાર, આ દાવાની સત્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે અને તેને નેહરુની છબીને કલંકિત કરવાના હેતુથી એક અફવા તરીકે વર્ણવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે 1846 થી 1951 સુધી નેપાળ પર રાણા શાસકોનું શાસન હતું. આ સમય દરમિયાન નેપાળ આખી દુનિયાથી કપાયેલું રહ્યું. 1949 માં, જ્યારે નેપાળના પાડોશી ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ, ત્યારે અહીં પણ સત્તા પરિવર્તન થયું. તે સમય સુધીમાં ત્રિભુવન બીર બિક્રમ શાહ વિદેશમાં હતા. 1951 માં જ્યારે તેઓ નેપાળ પાછા ફર્યા, ત્યારે તેમણે ત્યાં બંધારણીય રાજાશાહીની પ્રથા શરૂ કરી. આ સમય દરમિયાન, રાજા શાહ એ પંડિત નેહરુને ચીનના આક્રમણ સામે નેપાળને ભારતમાં સામેલ કરવાની વિંનતી કરી.

Nepal Protest: રાજીનામા પછી કેપી ઓલી ભાગ્યા દુબઇ ? નેપાળની એર હોસ્ટેસનો દાવો, શેર કર્યો Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો