
13 માળના બૃહદેશ્વર મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન છે. જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ વિશાળ મંદિર હજારો વર્ષોથી પાયા વગર ઉભું છે. જે એક રહસ્ય છે.

બૃહદેશ્વર મંદિર ચોલ રાજવંશની વાસ્તુકલાની ઉત્તમ પ્રતિભા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સાથે વાસ્તુકલા સહિત અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.