Powerful Passports : આ દેશનો પાસપોર્ટ છે દુનિયાનો સૌથી પાવરફુલ, યાદીમાં પાકિસ્તાન એકદમ પછાત, જાણો ભારતનું સ્થાન

|

Jul 20, 2022 | 3:48 PM

Powerful Passports : હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા વિશ્વભરના દેશોના પાસપોર્ટ અંગે જાહેર કરવામાં આવ્યો છે. આ ઈન્ડેક્સમાં ભારતનો Passport ક્યાં સ્થાને છે એ જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ

Powerful Passports : આ દેશનો પાસપોર્ટ છે દુનિયાનો સૌથી પાવરફુલ, યાદીમાં પાકિસ્તાન એકદમ પછાત, જાણો ભારતનું સ્થાન
passport

Follow us on

કોઈપણ દેશના લોકો પાસપોર્ટ (Passports) વગર બીજા દેશમાં જઈ શકતા નથી. આવી સ્થિતિમાં જે દેશનો પાસપોર્ટ જેટલો શક્તિશાળી હોય તે દેશના લોકોને પણ કેટલીક સુવિધાઓ મળે છે. દરમિયાન, હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ (Passport Index) ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા વિશ્વભરના દેશોના પાસપોર્ટ અંગે જારી કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ અને સૌથી ઓછા શક્તિશાળી પાસપોર્ટ (Powerful Passport)વિશે માહિતી આપવામાં આવી છે.

આ રિપોર્ટમાં કુલ 112 રેન્કિંગ આપવામાં આવ્યા છે. આ ઈન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ 87માં ક્રમે છે. જ્યારે ચીનનો પાસપોર્ટ 69મા ક્રમે છે. તે જ સમયે, પાકિસ્તાનનો પાસપોર્ટ 109માં સ્થાને છે. રશિયન પાસપોર્ટ 50મા ક્રમે છે.

જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાપાન પાસે દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ પછી સિંગાપુર અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે બીજા સ્થાને છે. જર્મની અને સ્પેન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. ફિનલેન્ડ, ઇટાલી અને લક્ઝમબર્ગ સંયુક્ત રીતે ચોથા સ્થાને છે. આ સિવાય ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને સ્વીડનના પાસપોર્ટ સંયુક્ત રીતે પાંચમા સ્થાને છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ટોચના 10 શક્તિશાળી પાસપોર્ટ

તે જ સમયે, ફ્રાન્સ, આયર્લેન્ડ, પોર્ટુગલ અને બ્રિટનના પાસપોર્ટ સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાને છે. બેલ્જિયમ, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએસના પાસપોર્ટ સંયુક્ત રીતે 7મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ગ્રીસ અને માલ્ટાના પાસપોર્ટ 8મા સ્થાને છે. હંગેરિયન પાસપોર્ટ 9મા સ્થાને છે. લિથુઆનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાના પાસપોર્ટ 10મા સ્થાને છે.

સૌથી ઓછો શક્તિશાળી અથવા સૌથી ઓછો અસરકારક પાસપોર્ટ અફઘાનિસ્તાનનો છે. તેનો રેન્ક 112મો છે. ઈરાક 111મા સ્થાને છે. સીરિયા 110માં ક્રમે, પાકિસ્તાન 109માં, યમન 108માં, સોમાલિયા 107મા ક્રમે, નેપાળ અને પેલેસ્ટાઈન 106મા ક્રમે, ઉત્તર કોરિયા 105મા ક્રમે, બાંગ્લાદેશ, કોસોવો અને લિબિયા 104મા ક્રમે, કોંગો, લેબનોન 103મા ક્રમે, શ્રીલંકા અને સુદાન છે.

Next Article