શું બિલાડીનું રડવું અશુભ છે ? બિલાડી તમારો રસ્તો ઓળંગે તો અપશુકન થાય ? જાણો માન્યતા પાછળના વૈજ્ઞાનિક તથ્યો

|

Jul 09, 2024 | 5:35 PM

બિલાડીઓ વિશે એક કહેવત છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે, તો સમજી લો કે કંઈક અપશુકન થવાનું છે,કાચ તૂટવો, બિલાડીનો આડી ઉતરવી, દૂધ ઢોળાવું, ઘરમાં કબૂતર માળો બાંધે અને આવી ઘણી બધી બાબતો છે જેને અપશુકન ગણવામાં આવે છે.

શું બિલાડીનું રડવું અશુભ છે ? બિલાડી તમારો રસ્તો ઓળંગે તો અપશુકન થાય ? જાણો માન્યતા પાછળના વૈજ્ઞાનિક તથ્યો
cat

Follow us on

ભારતીય ઘરોમાં શુકન અને અપશુકનનું ઘણું મહત્વ હોય છે. કાચ તૂટવો, બિલાડીનો આડી ઉતરવી, દૂધ ઢોળાવું, ઘરમાં કબૂતર માળો બાંધે અને આવી ઘણી બધી બાબતો છે જેને અપશુકન ગણવામાં આવે છે. આવી જ રીતે બિલાડીનું રડવું એ પણ કોઈ અશુભ સંકેત માનવામાં આવે છે.

જો તમે ક્યારેય બિલાડીના રડવાનો અવાજ સાંભળો છો, તો તમને અપશુકનનો ભય લાગવા લાગે છે. બિલાડીના રડવાનો અવાજ આવતા જ વડીલોના મોઢામાંથી પહેલી વાત નીકળે છે કે કંઈક ખરાબ થવાનું છે, બિલાડીનો આ અવાજ ક્યારેક બાળકના રડવાનો અવાજ જેવો લાગે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ પાછળનું સત્ય.

શું બિલાડીઓ ખરેખર રડે છે?

બિલાડીનું રડવું અશુભ માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે બિલાડીઓ કેમ રડે છે? વાઇલ્ડલાઇફ એક્સપર્ટ કબીર સંજય, જેમણે વન્યજીવન પર અનેક પુસ્તકો લખ્યા છે, તેઓ કહે છે કે બિલાડીઓના રડવાનો અવાજ વાસ્તવમાં તેમના રડવાનો અવાજ નથી પણ લડવાનો અવાજ છે. રાત્રે અંધારામાં તેનો આવો અવાજ સાંભળીને ઘણા લોકો ડરી જાય છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

આવા પ્રકારનો અવાજ ક્યારેક સંભળાય છે જાણે બાળક રડતું હોય. બિલાડી લડવાની હોય ત્યારે પૂંછડી પછાડે છે ગરદન ફુલાવે છે. ઘણી વખત બીજી બિલાડી સાથેના ઝઘડામાં તે એટલી ખુંખાર થઇ જાય છે કે આવા પ્રકારના અવાજ કાઢે છે. જેથી લોકો ડરી જાય છે.

બિલાડીઓ ખૂબ જ સ્માર્ટ હોય છે

બિલાડીને ઇશ્વરે અદભુત સેન્સ આપી છે, તેના કાનની સેન્સ એકદમ શાર્પ હોય છે. એકદમ ધીમો અવાજ પણ તે ક્લિઅર સાંભળી શકે છે. આના કારણે કોઇ પણ નેગેટીવિટીને તે ઘણી સ્પષ્ટ રીતે સમજી શકે છે. આપણે ત્યાં એવી પણ વાયકા છે કે બિલાડી અને કુતરાને યમ દેખાય છે, જ્યારે તેમને યમ દેખાય છે ત્યારે તે રડે છે.

રસ્તે જતા બિલાડી આડી ઉતરે તો ?

બિલાડીઓ વિશે એક કહેવત છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે, તો સમજી લો કે કંઈક અપશુકન થવાનું છે. એવું માનવામાં આવે છે કે કૂતરાની જેમ, બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ વિકસિત છે, તેથી તે ભવિષ્યની ઘટનાઓ અગાઉથી જાણે છે. તેથી જ ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમારી સામેથી કોઈ બિલાડી આવી જાય તો ત્યાં જ રોકાઈ જવાની માન્યતા છે. જોકે આમા કોઇ તથ્યતા નથી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article