GK Quiz : ભારતના અનોખા રેલવે સ્ટેશન, કેટલાક બે રાજ્યોને વિભાજિત કરે છે, તો કેટલાક એવા છે જેનું કોઈ નામ નથી

|

Sep 10, 2023 | 7:26 PM

ભારતના કેટલાક રેલવે સ્ટેશનો તેમની સ્વચ્છતા માટે તો કેટલાક તેની સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. જો કે, આજે અમે તમને ભારતના અનોખા રેલવે સ્ટેશન વિશે જણાવીશું, જેમાંથી કેટલાક એવા છે જે બે રાજ્યોને વિભાજિત કરે છે, જ્યારે કેટલાક એવા છે જેનું કોઈ નામ નથી. આ રેલવે સ્ટેશન ક્યાં આવેલા છે અને તેમની સાથે જોડાયેલી કહાની વિશે જણાવીશું.

GK Quiz : ભારતના અનોખા રેલવે સ્ટેશન, કેટલાક બે રાજ્યોને વિભાજિત કરે છે, તો કેટલાક એવા છે જેનું કોઈ નામ નથી
GK Quiz

Follow us on

GK Quiz : આજે ભારતમાં 7000થી વધુ રેલવે સ્ટેશન (Railway Station) છે. કેટલાક રેલવે સ્ટેશનો તેમની સુંદરતા માટે જાણીતા છે, જ્યારે ઘણા તેમની લંબાઈ માટે જાણીતા છે. ભારતના કેટલાક રેલવે સ્ટેશનો તેમની સ્વચ્છતા માટે પણ પ્રખ્યાત છે. જો કે, આજે અમે તમને ભારતના અનોખા રેલવે સ્ટેશન વિશે જણાવીશું, જેમાંથી કેટલાક એવા છે જે બે રાજ્યોને વિભાજિત કરે છે, જ્યારે કેટલાક એવા છે જેનું કોઈ નામ નથી.

આ પણ વાંચો GK Quiz : ભૂગોળના પિતા કોને કહેવામાં આવે છે ? તેમજ ભૂગોળ શબ્દ વિશે જાણો

ભવાની મંડી રેલવે સ્ટેશન

ભવાની મંડી રેલવે સ્ટેશન દિલ્હી-મુંબઈ રેલવે લાઇન પર આવેલું છે. તે બે અલગ-અલગ રાજ્યો સાથે પણ લિંક ધરાવે છે. આ રેલવે સ્ટેશન સામાન્ય રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચાયેલું છે. બે અલગ-અલગ રાજ્યો વચ્ચે વિભાજિત હોવાને કારણે ભવાની મંડી સ્ટેશન પર થોભતી દરેક ટ્રેનનું એન્જિન રાજસ્થાનમાં રહે છે અને કોચ મધ્યપ્રદેશમાં રહે છે. તમને જણાવી દઈએ કે ભવાની મંડી રેલવે સ્ટેશનના એક છેડે રાજસ્થાનનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જ્યારે બીજા છેડે મધ્યપ્રદેશનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

જામફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?

નવાપુર રેલવે સ્ટેશન

નવાપુર રેલવે સ્ટેશન એ ભારતના સૌથી અનોખા રેલવે સ્ટેશનોમાંનું એક છે. આ સ્ટેશનનો એક ભાગ મહારાષ્ટ્રમાં અને બીજો ગુજરાતમાં છે. નવાપુર રેલવે સ્ટેશન જુદા જુદા રાજ્યોમાં બે ભાગમાં વહેંચાયેલું છે, જ્યાં પ્લેટફોર્મથી લઈ બેન્ચ સુધી મહારાષ્ટ્ર અને ગુજરાત લખેલું છે. સ્ટેશન પર 4 અલગ-અલગ ભાષાઓ ‘હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી’માં પણ જાહેરાત કરવામાં આવે છે.

ઝારખંડમાં નામ વગરનું રેલવે સ્ટેશન

ઝારખંડની રાજધાની રાંચીથી તોરી જતી ટ્રેન પણ અનામી સ્ટેશન પરથી પસાર થાય છે. અહીં કોઈ સાઈનબોર્ડ નથી. 2011માં, જ્યારે આ સ્ટેશનથી પ્રથમ વખત ટ્રેનો ચલાવવાની શરૂઆત થઈ, ત્યારે રેલવેએ તેનું નામ બડકીચંપી રાખવાનું વિચાર્યું, પરંતુ સ્થાનિક લોકોના વિરોધને કારણે, આ નામ રાખવામાં આવ્યું ન હતું અને ત્યારથી આ સ્ટેશન નામ વગરનું છે.

પશ્ચિમ બંગાળમાં પણ છે અનામી રેલવે સ્ટેશન

અન્ય એક રેલવે સ્ટેશન પણ નામ વગરનું છે. આ અનામી રેલવે સ્ટેશનનું નિર્માણ વર્ષ 2008માં વર્ધમાન, પશ્ચિમ બંગાળથી 35 કિમી દૂર બાંકુરા-મસાગ્રામ રેલવે લાઇન પર કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સ્ટેશનનું નામ રૈનાગઢ હતું, પરંતુ સ્થાનિક લોકોએ સ્ટેશનનું નામ બદલવા માટે રેલવે બોર્ડને સત્તાવાર ફરિયાદ કરી હતી. ત્યારથી આ સ્ટેશન પણ નામ વગરનું છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article