Knowledge : 500 રૂપિયાની નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે ? જુઓ Video

ભારતમાં નોટો છાપવાનો અધિકાર સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક રૂપિયાની નોટ સિવાય તમામ મૂલ્યની નોટો છાપે છે. એક રૂપિયાની નોટ અને તમામ પ્રકારના સિક્કા બનાવવાની સત્તા નાણા મંત્રાલય પાસે છે. આ ઉપરાંત તમારા મનમાં એક પ્રશ્ન હશે કે આપણે જે નોટોનો ઉપયોગ કરીએ છીએ તે કોણ છાપે છે અને તે ક્યાં છાપવામાં આવે છે? જેના વિશે અમે આ લેખમાં જણાવીશું.

Knowledge : 500 રૂપિયાની નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે ? જુઓ Video
Knowledge
| Edited By: | Updated on: Oct 16, 2023 | 9:23 PM

આપણે જે ચલણી નોટોનો (Currency) ઉપયોગ કરીએ છીએ તેને સરકાર દેશની અર્થવ્યવસ્થા ચલાવવા માટે બજારમાં લાવે છે. શું તમે જાણો છો આ નોટો છાપવા પાછળ કેટલો ખર્ચ આવે છે? આજે અમે તમને જણાવીશું કે 500ની નોટ છાપવા માટે સરકારને કેટલા પૈસા ખર્ચવા પડશે.

આ પણ વાંચો આ Labour Law જે દરેક કર્મચારીએ જાણવા છે જરૂરી, જુઓ Video

ભારતમાં નોટો છાપવાનો અધિકાર સેન્ટ્રલ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક રૂપિયાની નોટ સિવાય તમામ મૂલ્યની નોટો છાપે છે. એક રૂપિયાની નોટ અને તમામ પ્રકારના સિક્કા બનાવવાની સત્તા નાણા મંત્રાલય પાસે છે.

રિઝર્વ બેંકને 500 રૂપિયાની એક નોટ છાપવા માટે લગભગ 3 રૂપિયાનો ખર્ચ થાય છે.

ક્યાં છાપવામાં આવે છે ચલણી નોટો

આ પ્રશ્ન તમારા મગજમાં કોઈ ને કોઈ સમયે આવ્યો જ હશે. આપણે જે નોટોનો ઉપયોગ કરીએ છીએ તે કોણ છાપે છે અને તે ક્યાં છાપવામાં આવે છે? ભારતીય ચલણી નોટો ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સૂચનાઓ પર જ છાપવામાં આવે છે.

દેશની 4 પ્રેસમાં ચલણી નોટોનું પ્રિન્ટિંગ થાય છે. 2 પ્રેસ રિઝર્વ બેંકની છે, જ્યારે 2 કેન્દ્ર સરકારની છે. રિઝર્વ બેંકની પ્રેસ મૈસુર અને સાલ્બોનીમાં છે, જ્યારે ભારતની પ્રેસ નાસિક અને દેવાસમાં છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો