History Today: 21 વર્ષ પહેલા આજના જ દિવસે થયો હતો ગોધરા કાંડ, જાણો ઘટનાથી જોડાયેલી કેટલીક મોટી વાતો

|

Feb 27, 2023 | 1:21 PM

આજે ગોધરા કાંડની આ ઘટનાને 21 વર્ષ વીતી ગયા છે, પરંતુ ગોધરા કાંડ અને ગુજરાત રમખાણોમાં અસરગ્રસ્ત લોકોના ઘા આજ સુધી રૂઝાયા નથી.

History Today: 21 વર્ષ પહેલા આજના જ દિવસે થયો હતો ગોધરા કાંડ, જાણો ઘટનાથી જોડાયેલી કેટલીક મોટી વાતો
History Today

Follow us on

27 ફેબ્રુઆરી એ ભારતના ઈતિહાસનો એક કાળો અધ્યાય છે, જેણે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની ભાવના આગ લગાવી દીધી હતી. જી હા આપણે વાત કરી રહ્યા છે ગોધરા કાંડની. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફેલાઈ ગયા. જેમાં આશરે 1000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ગોધરાની ઘટના અને તે પછી ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોની આખી ઘટના.

ગુજરાતનું ગોધરા એક સમયે મહાત્મા ગાંધી તરીકે જાણીતું હતું. મહાત્મા ગાંધીને આ શહેરમાંથી ચરખો મળ્યો હતો. જોકે સમય જતાં આ શહેરની ઓળખ કલંકિત થઈ ગઈ. 2002 થી, શહેરની ઓળખ ગોધરા કાંડ અને ગુજરાતના રમખાણો વાળું શહેરથી થાય છે. તે શહેર પર કંલક લાગી ગયુ છે જે ભાગ્યે જ ભૂંસી શકાય. ત્યારે આજે આ ઘટનાને 21 વર્ષ વીતી ગયા છે, પરંતુ ગોધરા કાંડ અને ગુજરાત રમખાણોમાં અસરગ્રસ્ત લોકોના ઘા આજ સુધી રૂઝાયા નથી.

શું હતી સમગ્ર ધટના?

વાસ્તવમાં હિન્દુ શ્રદ્ધાળુઓ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહ્યા હતા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ટ્રેન ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર પહોંચી. ટ્રેન રવાના થવાની હતી કે તરત જ કોઈએ ચેન ખેંચીને ટ્રેનને રોકી અને પછી પથ્થરમારો કરીને ટ્રેનના એક કોચને આગ ચાંપી દીધી. એસ-6 કોચમાં આગ લાગવાની ઘટનામાં 59 લોકોના મોત થઈ ગયા. અને આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા જે બાદ ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નિકળ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તેના બી અગાઉ જ રોપી દેવામાં આવ્યા હતા

આ ઘટનાને લઈને તપાસ ચાલી હતી. જે તમામ તપાસના રિપોર્ટ મુજબ આ ઘટનાનું અગાઉ જ ષડ્યંત્ર રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ. જેમાં મહિલાઓથી લઈને બાળકો પણ આગમાં ભડકે બળ્યા હતા. જે ઘટના સમયે એક તરફ આગ  અને બીજી તરફ પથ્થર મારો. ત્યારે આ ઘટનામાં બહારથી જ્વલનશિલ પદાર્થ ગાડીના ડબ્બામાં નાખીને કેટલાક અસામાજીક તત્વોએ ટ્રેનના દરવાજાને બારથી બંધ કરી દીધા હતા આથી લોકો બહાર પણ નિકળી શક્યા નહીં અને આગમાં બળીને ખાક થઈ ગયા.

અયોધ્યાથી પરત ફરી રહેલી ટ્રેનને આગ ચાંપી

ફેબ્રુઆરી 2002 માં, અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્ણાહુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં ગયા હતા. 25 ફેબ્રુઆરી 2002ના રોજ, લગભગ 1700 યાત્રાળુઓ અને કાર સેવકો અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ચડ્યા. ટ્રેન 27 ફેબ્રુઆરીની સવારે 7:43 વાગ્યે ગોધરા સ્ટેશને પહોંચી હતી. ટ્રેન ઉપડવાની શરુઆત કરતા જ ચેઈન પુલિંગને કારણે ટ્રેન સિગ્નલ પાસે થંભી ગઈ હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં ટોળાએ આગ ચાંપવાની ઘટનાને અંજામ આપ્યો હતો.

ગુજરાતના ગોધરા સ્ટેશનથી જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની એક બોગીને ઉશ્કેરાયેલા ટોળાએ આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 લોકોના મોત થયા હતા, જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.

ગોધરાકાંડ પછી ગુજરાતમાં કોમી હિંસા

ગોધરાની ઘટનામાં 1500 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને જનતાને શાંતિ જાળવવાની અપીલ કરવી પડી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર રમખાણોમાં 1044 લોકોના મોત થયા હતા. જેમાં 790 મુસ્લિમ અને 254 હિન્દુ હતા.

નરેન્દ્ર મોદી પર લાગ્યો હતો આ આરોપ

તે સમયે નરેન્દ્ર મોદી પર કોમી રમખાણોને રોકવા માટે કોઈ પગલા ન લેવાના આરોપ લાગ્યા હતા. તેમજ એવું પણ કહેવાય છે કે તે સમયના વડપ્રધાન અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને  રાજધર્મ નિભાવા માટેની સલાહ આપી હતી

આવી રીતે મળી નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ

ગોધરા કાંડની તપાસ માટે 6 માર્ચ 2002ના રોજ મોદીએ નાણાવટી-પંચની રચના કરી હતી. જેમાં હાઈકોર્ટના રિટાયર્ડ જજ કે જી શાહ અને સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ જી ટી નાણાવટી તેના સભ્ય બન્યા. જેમાં ઘટનાનો પહેલો હિસ્સો રજૂ કરવામાં આવ્યો અને તેમાં ગોધરા કાંડને જાણી જોઈને રચવામાં આવેલુ એક ષડયંત્ર ગણાવાયું અને આ સાથે જ નરેન્દ્ર મોદીને આ ઘટના માંથી ક્લિન ચિટ મળી ગઈ.

આરોપીને આજીવન કેદની સજા

આ ઘટના હાલ પણ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. ત્યારે આ ઘટનાના આરોપીઓએ કોર્ટમાં અરજી કરી હતી કે અમે 15 વર્ષથી વધુની સજા તેઓ ભોગવી ચુક્યા છે, ત્યારે તેમને માફી આપી છોડી મુકવામાં આવે. જ્યારે ગુજરાત સરકારે આ અંગે દલિલ કરી હતી કે કા તો તેમને ફાંસીની સજા કા તો પછી આજીવન કેદની સજા આપવામાં આવે.

એટલે કે તેમને છોડી મુકવામાં ન આવે તેને લઈને તેમણે દલિલ કરી હતી. આ એક દુર્લભ કિસ્સો છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, તે બધાને ખબર છે કે બોગીને બહારથી લોક કરવામાં આવી હતી અને મહિલાઓ અને બાળકો સહિત 59 લોકો માર્યા ગયા હતા.

Published On - 1:16 pm, Mon, 27 February 23

Next Article