
વિશ્વભરમાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. સાપને સૌથી ઝેરી જીવ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને સાપ કરડે અને તેને તાત્કાલિક સારવાર ન મળે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. દુનિયાભરમાં અનેક પ્રકારના સાપ જોવા મળે છે, પરંતુ એક એવો સાપ છે જે આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાય છે. અમે વાત કરી રહ્યા છીએ તે સાપની જેની તસ્કરી પણ થાય છે. આ સાપ દુનિયાનો સૌથી મોંઘો સાપ છે. હકીકતમાં સાપનું ઝેર વિશ્વભરના બજારોમાં વેચાય છે. સાપના ઝેરનો ઉપયોગ નશા તરીકે પણ થાય છે. તો ઘણા દેશોમાં સાપનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે અને ઘણા દેશોમાં સાપનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે, પરંતુ એક સાપ એવો છે જે કરોડો રૂપિયામાં વેચાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા સાપની આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી વધુ કિંમત છે અને તે આટલો મોંઘો કેમ છે. સાપ દુનિયાના એવા ખતરનાક જીવોમાંથી એક છે, જેનાથી દરેક વ્યક્તિ ડરે છે. દુનિયામાં એવા થોડા જ લોકો હશે જે...