GK Quiz : ભારતની એક એવી નદી કે જે ઊંધી વહે છે ? જાણો કારણ

દેશની મોટાભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીમાં ભળે છે, ત્યારે ભારતની એક એવી નદી છે જે તેના પ્રવાહની વિરુદ્ધ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં ભળે છે.

GK Quiz : ભારતની એક એવી નદી કે જે ઊંધી વહે છે ? જાણો કારણ
GK Quiz
| Edited By: | Updated on: Jul 20, 2023 | 2:15 PM

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા છો, તો તમારે એ પણ જાણવું જ જોઈએ કે ભારતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે તેમાં ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

આ પણ વાંચો Henley Passport Index: સારા સમાચાર, ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં સુધારો, હવે વિઝા વિના 57 દેશોમાં જઈ શકશે ભારતીયો

પ્રશ્ન – દક્ષિણનું બ્રિટન કોને કહેવાય છે?
જવાબ – ન્યુઝીલેન્ડને

પ્રશ્ન – કયો દેશ તેના સમુદ્ર માટે સૌથી વધુ પ્રખ્યાત છે?
જવાબ – ઓસ્ટ્રેલિયા

પ્રશ્ન – કયું પ્રાણી તેના ચારેય પગ એક જ સમયે જોઈ શકે છે?
જવાબ – ગધેડો

પ્રશ્ન – ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કયા દેશનો હતો?
જવાબ – અમેરિકાનો

પ્રશ્ન – ચિલિકા તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

જવાબ – ભારતના ઓડિશા રાજ્યમાં

પ્રશ્ન – આમલી ખાવાથી કયો રોગ મટે છે?
જવાબ – સંધિવા

પ્રશ્ન – કયા દેશમાં હોસ્પિટલ ટ્રેન છે?
જવાબ – ભારત 

પ્રશ્ન – બટાટાની ખેતી સૌપ્રથમ કયા દેશમાં કરવામાં આવી હતી?
જવાબ – ચીનમાં 

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
જવાબ – ચીન 

પ્રશ્ન – ભારતની કઈ નદી ઊંધી વહે છે?
જવાબ – નર્મદા

નર્મદા એક એવી નદી છે જેનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. જ્યારે દેશની મોટાભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીમાં ભળે છે, ત્યારે નર્મદા નદી તેના પ્રવાહની વિરુદ્ધ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં ભળે છે. નર્મદા નદી ભારતના બે મોટા રાજ્યો ગુજરાત અને મધ્યપ્રદેશની મુખ્ય નદી છે.

નર્મદા નદી પ્રવાહની વિરુદ્ધ કેમ વહે છે ?

ગુજરાત અને મધ્યપ્રદેશની મુખ્ય નદી પ્રવાહના વિરુદ્ધમાં વહેવા પાછળનું મુખ્ય કારણ રિફ્ટ વેલી છે. રિફ્ટ વેલી એટલે નદી જે દિશામાં વહે છે, તેનો ઢોળાવ વિરુદ્ધ દિશામાં છે. આ ઢોળાવને કારણે નર્મદા નદીનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ નદી મૈકલ પર્વતના અમરકંટકના શિખરમાંથી નીકળે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો