
GK Quiz: જનરલ નોલેજનો (General knowledge) કોઈ અંત નથી. તમે જેટલું વાંચશો એટલું ઓછું જ લાગશે. જો તમે એક વસ્તુ વિશે વાંચશો તો તેમાંથી ઘણી એવી વસ્તુઓ બહાર આવશે, જેના વિશે તમને ખબર પણ નહીં હોય કે આવું પણ થાય છે કે નહીં. આજે અમે તમને એવા સવાલો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જનરલ નોલેજને વધુ મજબૂત બનાવી શકે છે.
આ પણ વાંચો GK Quiz: 3.5 કરોડ વસ્તી ધરાવતા આ દેશમાં નથી એક પણ નદી, તો કેવી રીતે પૂરી કરે છે પાણીની જરૂરિયાત?
પ્રશ્ન – રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ છે?
જવાબ – વડાપ્રધાન
પ્રશ્ન – આંતરરાષ્ટ્રીય વેપારને લગતા નિયમો નક્કી કરતી સંસ્થા કઈ છે?
જવાબ – વિશ્વ બેંક
પ્રશ્ન – ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ?
જવાબ – 15 માર્ચ 1950ના રોજ
પ્રશ્ન – ભારતનું સૌથી ધનિક રાજ્ય કયું છે?
જવાબ – મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ભારતનું સૌથી ધનિક રાજ્ય છે, મહારાષ્ટ્ર કદમાં ત્રીજું સૌથી મોટું અને વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. મુંબઈમાં બેંકો, ઈન્શ્યોરન્સ કંપનીઓ અને શેરબજાર તેમજ ઈન્ડસ્ટ્રીઓ આવેલી છે, પરંતુ ખેતીમાંથી પણ આવકનો મોટો સ્ત્રોત આવે છે.
ગુજરાતની વાત કરીએ તો તે ત્રીજા નંબરનું સૌથી અમીર રાજ્ય છે. ગુજરાતમાં ટેક્સટાઈલ, કેમિકલ્સ અને સીમેન્ટ સહિત કૃષિમાંથી સૌથી વધુ આવક થાય છે.
પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સુગર મિલ ક્યાં સ્થપાઈ હતી?
જવાબ – બિહારમાં
પ્રશ્ન – શું તમે જાણો છો કે એવું કયું પ્રાણી છે જેને સૌથી વધુ ગુસ્સો આવે છે?
જવાબ – જંગલી વરુ
પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું અનાજ કયું છે?
જવાબ – ચોખા
પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સૌથી વધુ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે?
જવાબ – અમદાવાદમાં
પ્રશ્ન – વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો છોડ કયો છે?
જવાબ – વાંસ
પ્રશ્ન – હુમાયુની કબર ક્યાં આવેલી છે?
જવાબ – દિલ્હીમાં
પ્રશ્ન – કયા દેશમાં 6 મહિના દિવસ અને 6 મહિનાની રાત હોય છે?
જવાબ – નોર્વે
પ્રશ્ન – શું તમે જાણો છો કે ભારતમાં સાસુ-વહુ મંદિર ક્યાં આવેલું છે?
જવાબ – રાજસ્થાનના ઉદયપુરમાં