GK Quiz : ભારતમાં એવું કયું રેલવે સ્ટેશન છે, જ્યાં જવા માટે લેવા પડે છે વિઝા ? જાણો ક્યાં આવેલું છે

|

Aug 16, 2023 | 9:45 PM

જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે તેમાં ઉમેદવારોની ક્ષમતા માપવા પણ જનરલ નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.

GK Quiz : ભારતમાં એવું કયું રેલવે સ્ટેશન છે, જ્યાં જવા માટે લેવા પડે છે વિઝા ? જાણો ક્યાં આવેલું છે
GK Quiz

Follow us on

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ, તો તમને ખ્યાલ જ હશે કે ભારતમાં કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે તેમાં ઉમેદવારોની ક્ષમતા માપવા પણ જનરલ નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયાગી થશે.

આ પણ વાંચો GK Quiz : શું હિન્દુ ધર્મના લોકો વિશ્વમાં સૌથી વધુ છે ? જાણો કયા ધર્મના લોકો સૌથી વધુ છે

પ્રશ્ન – નોકિયા કયા દેશની કંપની છે ?
જવાબ – ફિનલેન્ડની

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

પ્રશ્ન – તાજમહેલને બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા હતા ?
જવાબ – 22 વર્ષ

પ્રશ્ન – યુરોપમાં કેટલા દેશો છે ?
જવાબ – 50 દેશો

પ્રશ્ન – કયા દેશે સૌપ્રથમ પાઈનું મૂલ્ય જણાવ્યું હતું ?
જવાબ – ભારત

પ્રશ્ન – કયા પ્રાણીનો પરસેવો ગુલાબી રંગનો હોય છે?
જવાબ – હિપ્પોપોટેમસ

પ્રશ્ન – બુર્જ ખલીફાના માલિક કોણ છે ?
જવાબ – બુર્જ ખલીફાના માલિક મોહમ્મદ અલાબર છે જે એમાર પ્રોપર્ટીઝના ચેરમેન છે

પ્રશ્ન – ભારતનું એવું કયું રેલવે સ્ટેશન છે, જ્યાં જવા માટે લેવા પડે છે વિઝા ?
જવાબ – અટારી રેલવે સ્ટેશન

અટારી રેલવે સ્ટેશન એ ભારતીય રેલવેનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે, જ્યાં જવા માટે તમારે વિઝાની જરૂર પડે છે. વિઝા અને પાસપોર્ટ વિના તમને પ્રવેશ આપવામાં આવતો નથી. આ રેલવે સ્ટેશન પર જવા માટે તમારી પાસે પાકિસ્તાની વિઝા હોવા જરૂરી છે. આ રેલવે સ્ટેશન પંજાબના અમૃતસર જિલ્લામાં આવેલું છે અને ઉત્તર રેલવેના ફિરોઝપુર રેલવે સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે.

શા માટે વિઝા જરૂરી છે

અટારી રેલ્વે સ્ટેશન ભારતનો એક ભાગ છે, પરંતુ અહીં આવવા માટે પાકિસ્તાનની પરવાનગી પણ જરૂરી છે. જો કે આ રેલ્વે સ્ટેશન પર તમે વિઝા વગર ફરતા જોવા મળો તો જેલ પણ થઈ શકે છે. તેમજ તમારે દંડ પણ ભરવો પડી શકે છે. અટારી બોર્ડર રેલવે સ્ટેશનને ભારતનું છેલ્લું સ્ટેશન પણ કહેવામાં આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article