જીકે ક્વિઝ : ભારતના આ ગામમાં દિવાળીના દિવસે મનાવવામાં આવે છે માતમ, જાણો શું છે કારણ

ભારતના એક ગામમાં રહેતા લોકો દિવાળીના દિવસે પોતાના ઘરોમાં રોશની કરતા નથી. આ દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ શોક વ્યક્ત કરવામાં આવે છે. આ ગામમાં રહેતા લોકો દિવાળીનો તહેવાર ઉજવતા નથી. અહીં લોકો દિવાળીના બદલે એકાદશીના દિવસે દીવા પ્રગટાવી ઉજવણી કરે છે.

જીકે ક્વિઝ : ભારતના આ ગામમાં દિવાળીના દિવસે મનાવવામાં આવે છે માતમ, જાણો શું છે કારણ
GK Quiz
| Updated on: Nov 10, 2023 | 7:31 PM

તમારું જનરલ નોલેજ જેટલું મજબૂત છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાની શક્યતાઓ એટલી જ વધારે છે. આજકાલ જનરલ નોલેજને મજબૂત કરવા માટે ક્વિઝ સૌથી સરળ અને અસરકારક માધ્યમ છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

પ્રશ્ન – બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતા?
જવાબ – સંતોષ યાદવ

પ્રશ્ન – ‘બ્રહ્મ સમાજ’ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
જવાબ – રાજા રામમોહન રાય

પ્રશ્ન – સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું?
જવાબ – મૂળશંકર

પ્રશ્ન – ‘વેદો તરફ પાછા ફરો’ સૂત્ર કોણે આપ્યું હતું?
જવાબ – દયાનંદ સરસ્વતી

પ્રશ્ન – ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કોણે કરી હતી?
જવાબ – સ્વામી વિવેકાનંદ

પ્રશ્ન – વાસ્કો દ ગામા ક્યાંનો વતની હતો?
જવાબ – પોર્ટુગલ

પ્રશ્ન – કયા મહાપુરુષને નેતાજી કહેવામાં આવે છે?
જવાબ – સુભાષચંદ્ર બોઝ

પ્રશ્ન -દિલ્હીમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું નામ શું છે?
જવાબ – વિજય ઘાટ

પ્રશ્ન – મહાભારતના કોણે લખ્યું હતું?
જવાબ – મહર્ષિ વેદવ્યાસ

પ્રશ્ન – અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો હતો?
જવાબ – ચાણક્ય (કૌટિલ્ય)

પ્રશ્ન – કયા શીખ ગુરુને શીખ ધર્મના સ્થાપક માનવામાં આવે છે?
જવાબ – ગુરુ નાનક

પ્રશ્ન – શીખોનો મુખ્ય તહેવાર કયો છે?
જવાબ – બૈશાખી

પ્રશ્ન – ભારતના કયા ગામમાં દિવાળીના દિવસે મનાવવામાં આવે છે માતમ ?

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આવેલ અટારી ગામમાં રહેતા લોકો દિવાળીના દિવસે પોતાના ઘરોમાં રોશની કરતા નથી. આ દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ શોક વ્યક્ત કરવામાં આવે છે. આ ગામમાં રહેતા ચૌહાણ સમાજના લોકો દિવાળીનો તહેવાર ઉજવતા નથી.

આ પણ વાંચો ચોરી અને ધાડ વચ્ચે શું છે અંતર ? જાણો કાયદા અનુસાર આ બન્ને ગુનાની સજા

મીડિયા રિપોર્ટ અનુસાર, અહીં રહેતા લોકો પોતાને હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના વંશજ માને છે. લોકોનું કહેવું છે કે દિવાળીના દિવસે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની હત્યા કરી હતી. તેથી લોકો દિવાળીના દિવસે તહેવારની ઉજવણી ન કરીને દુઃખ વ્યક્ત કરે છે. અહીં લોકો દિવાળીના બદલે એકાદશીના દિવસે દીવા પ્રગટાવી ઉજવણી કરે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો