
GK Quiz : જો તમારે સરકારી નોકરી મેળવવી હોય તો મુખ્ય વિષયની સાથે વર્તમાન બાબતો અને જનરલ નોલેજ (General Knowledge) પર પણ તમારી મજબૂત પકડ હોવી જોઈએ. બેંક, SSC, રેલ્વે, UPSC જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક મહત્વના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થઈ શકે છે
આ પણ વાંચો GK Quiz : દેશનું આ શહેર ટ્રાફિક સિગ્નલ ફ્રી છે, પણ શું ત્યાં ટ્રાફિક થાય છે ? જાણો ઘણું બધું
પ્રશ્ન – કયા શહેરને ઉત્તર પ્રદેશનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે ?
જવાબ – ગાઝિયાબાદને
પ્રશ્ન – દિલ્હીના 7 જૂના શહેરો કયા છે ?
જવાબ – રાય પિથોરા અથવા લાલ કોટ, સિરીનો કિલ્લો, તુઘલકાબાદ, જહાંપનાહ, ફિરોઝાબાદ, શેરગઢ અને શાહજહાનાબાદ
પ્રશ્ન – કર્ક રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?
જવાબ – 8 રાજ્યોમાંથી
પ્રશ્ન – ભારત અને શ્રીલંકા વચ્ચે કયો ટાપુ આવેલો છે ?
જવાબ – રામેશ્વરમ
પ્રશ્ન – ભારતમાં જંગલી ગધેડા (ઘૂડખર) ક્યાં જોવા મળે છે ?
જવાબ – કચ્છના રણમાં
પ્રશ્ન – બોમડિલા પાસ ક્યાં આવેલો છે?
જવાબ – અરુણાચલ પ્રદેશમાં
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં ફક્ત મહિલાઓ જ શાસન કરે છે ?
જવાબ – ચેક રિપબ્લિકના અધર વર્લ્ડ કિંગ્ડમમાં
ભારતમાં મહિલા અનામત બિલ સંસદ દ્વારા પસાર કરાયું છે, ત્યારે હવે સરકારમાં મહિલાઓની ભાગીદારી પણ વધશે. આગામી કેટલાક વર્ષોમાં સંસદથી લઈને વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. છેલ્લા ઘણા સમયથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓને સમાન અધિકાર આપવા અંગે ચર્ચા ચાલી રહી છે. જો કે, વિશ્વમાં કેટલાક એવા દેશો છે જ્યાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધુ છે. દુનિયામાં એક એવો દેશ છે જ્યાં માત્ર મહિલાઓ જ શાસન કરે છે અને સરકાર ચલાવે છે.
ચેક રિપબ્લિકમાં સ્થિત અધર વર્લ્ડ કિંગ્ડમે પોતાને એક દેશ જાહેર કર્યો છે. આ દેશની રાજધાની બ્લેક સિટી છે. આ દેશનો પોતાનો ધ્વજ, ચલણ અને પાસપોર્ટ પણ છે. જો કે, અધર વર્લ્ડ કિંગડમને બાકીના દેશો દ્વારા કોઈપણ દેશનો દરજ્જો આપવામાં આવ્યો નથી. આ સ્વઘોષિત દેશમાં માત્ર મહિલાઓને જ નાગરિકતા આપવામાં આવે છે. અહીં માત્ર મહિલાઓ જ સરકાર ચલાવે છે. આ દેશની રાણીનું નામ પેટ્રિશિયા છે, જે અહીં રાજ કરે છે.