GK Quiz : એવો કયો દેશ છે જ્યાં એક પણ વૃક્ષ નથી ? જાણો આવા જ વધુ જનરલ નોલેજના પ્રશ્નો અને જવાબો વિશે

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આજે અમે એક GK ક્વિઝ લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તમારું જનરલ નોલેજ વધારે મજબૂત બનાવી શકો છો.

GK Quiz : એવો કયો દેશ છે જ્યાં એક પણ વૃક્ષ નથી ? જાણો આવા જ વધુ જનરલ નોલેજના પ્રશ્નો અને જવાબો વિશે
GK Quiz
Image Credit source: istock
| Edited By: | Updated on: Aug 22, 2023 | 5:46 PM

GK Quiz : જ્યારે ભવિષ્યની વાત આવે છે, ત્યારે ફક્ત એક જ વાત મનમાં આવે છે કે અભ્યાસ (Education) પછી સારી નોકરી કેવી રીતે મેળવવી. નોકરી એવી હોવી જોઈએ કે જીવન સેટલ થઈ જાય. આજે અમે તમને નોકરી મેળવવામાં મદદ કરતા જનરલ નોલેજના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવીશું. જે તમને ખૂબ જ ઉપયાગી થશે.

આ પણ વાંચો How to buy land on moon : શું તમારે ચાંદામામા પર જમીન લેવી છે ? ચંદ્ર પર જમીન ખરીદવી કાયદેસર કે ગેરકાયદેસર ? કેવી રીતે થાય છે રજીસ્ટ્રેશન

પ્રશ્ન – ભારતનો પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તાર કેટલો છે?
જવાબ – 2,933 કિમી

પ્રશ્ન – ભારતીય બંધારણ સભાએ ભારતના ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે ક્યારે અપનાવ્યો?
જવાબ – 22 જુલાઈ 1947ના રોજ

પ્રશ્ન – કઈ રમતમાં “ડબલ ફોલ્ટ” શબ્દનો ઉપયોગ થાય છે?
જવાબ – ટેનિસ

પ્રશ્ન – કઈ રમતમાં “પેનલ્ટી કિક” શબ્દનો ઉપયોગ થાય છે?
જવાબ – ફૂટબોલ

પ્રશ્ન – પંચતંત્ર પુસ્તકના લેખક કોણ છે?
જવાબ – વિષ્ણુ શર્મા

પ્રશ્ન – વર્ષ 1954માં ભારત અને ચીન વચ્ચે કયા કરાર પર હસ્તાક્ષર થયા હતા?
જવાબ – પંચશીલ કરાર

પ્રશ્ન – કઈ રમતમાં “પેનલ્ટી સ્ટ્રોક” શબ્દનો ઉપયોગ થાય છે?
જવાબ – હોકી

પ્રશ્ન – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ – 8 માર્ચ

પ્રશ્ન – ભારતની બંધારણ સભાના કાયમી પ્રમુખ કોણ હતા?
જવાબ – ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

પ્રશ્ન – સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું?
જવાબ – મૂળશંકર

પ્રશ્ન – કયા દેશમાં એક પણ વૃક્ષ નથી ?
જવાબ – ગ્રીનલેન્ડ, કતાર, ઓમાન, એન્ટાર્કટિકા

ગ્રીનલેન્ડનું નામ સાંભળીને એવું લાગે છે કે આ જગ્યા હરિયાળીથી ભરેલી હશે. પરંતુ એવું નથી ગ્રીનલેન્ડમાં હજારો માઈલ સુધી એક પણ વૃક્ષ જોવા મળતું નથી. ચારેબાજુ ગ્લેશિયર્સ જોવા મળે છે.

કતાર ગેસના સૌથી મોટા ભંડાર માટે જાણીતો છે. આ દેશ સાઉદી અરેબિયા અને પર્સિયન ગલ્ફથી ઘેરાયેલો છે, ચારેબાજુ રણ વિસ્તાર છે. અહીં એક પણ છોડ જોવા મળતો નથી.

ઓમાન સમૃદ્ધ મુસ્લિમ દેશોમાં સમાવિષ્ટ છે. આ દેશમાં પણ તમને વૃક્ષો જોવા નહીં મળે. દાયકાઓ પહેલા, આ દેશમાં જંગલ વિસ્તાર 0.01% હતો, જે 1990થી ઘટીને 0.0% થઈ ગયો છે. ત્યારે કેટલીક કૃષિ સંસ્થાઓએ હવે અહીં 2 હજાર હેક્ટર જમીન પર કૃત્રિમ રીતે જંગલો વાવવાનું શરૂ કર્યું છે.

આ યાદીમાં એન્ટાર્કટિકાનું નામ પણ છે. એન્ટાર્કટિકાનો 98 ટકા હિસ્સો બરફની જાડી ચાદરથી ઢંકાયેલો છે. તે વિશ્વનું સૌથી ઠંડુ સ્થળ માનવામાં આવે છે. અહીં પણ કોઈ વૃક્ષ કે છોડ નથી.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો