GK Quiz : દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જાણો તિરંગાને લગતા આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ

|

Aug 14, 2023 | 6:04 PM

આપણો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રતીક તિરંગાને લગતી GK ક્વિઝ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તિરંગા અંગેના તમારા નોલેજને વધારી શકો છો.

GK Quiz : દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ? જાણો તિરંગાને લગતા આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ
National Flag

Follow us on

GK Quiz : આ વર્ષે 15 ઓગસ્ટ 2023ના રોજ સમગ્ર દેશ 76મા સ્વતંત્રતા દિવસની (Independence Day) ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરશે. આ ઉજવણી તિરંગા વિના અધૂરી છે. આપણો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રતીક તિરંગાને લગતી GK ક્વિઝ અમે આજે તમારા માટે લઈને આવ્યા છીએ. તમે આ પ્રશ્નોના જવાબ આપીને તિરંગા અંગેના તમારા નોલેજને વધારી શકો છો.

આ પણ વાંચો Knowledge : હર ઘર તિરંગા અભિયાન, પોસ્ટ ઓફિસમાં થઈ રહ્યું તિરંગાનું વેચાણ, જાણો ક્યાં તૈયાર થાય છે તિરંગો

પ્રશ્ન – ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે ફરકાવ્યો હતો ?
જવાબ – 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક

પ્રશ્ન – દેશની ધરતી પર પ્રથમવાર રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો ?
જવાબપોર્ટ બ્લેરમાં ફ્લેગ પોઈન્ટ એ એવી જગ્યા છે જ્યાં દેશની ધરતી પર પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

પ્રશ્ન – ભારતના સૌથી ઊંચા તિરંગાની લંબાઈ કેટલી છે ?
જવાબ – દેશના સૌથી ઊંચા તિરંગાની ઊંચાઈ 110 મીટર (360.8 ફૂટ) છે.

પ્રશ્ન – દેશનો સૌથી ઉંચો તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો છે ?
જવાબકર્ણાટકના બેલગામમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

પ્રશ્ન – અત્યાર સુધીમાં કેટલી વાર રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો છે ?
જવાબ – ભારતીય ધ્વજમાં સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં કુલ 6 વખત રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો છે.

પ્રશ્ન – શું રાત્રે તિરંગો ફરકાવી શકાય ?
જવાબ – અગાઉ તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવી શકાતો હતો. આ પછી, ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા, જેમાં ઉલ્લેખ કરાયો છે કે રાત્રે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. જો કે જ્યાં તિરંગો લહેરાવવાનો હોય તે જગ્યામાં અંધારું ન હોવું જોઈએ.

પ્રશ્ન – ક્ષતિગ્રસ્ત અને ફાટેલા તિરંગાને રાખવા માટેના નિયમો શું છે ?
જવાબ – ક્ષતિગ્રસ્ત અને ફાટેલા તિરંગાને ગરિમા અને સન્માન સાથે આદરપૂર્વક જમીનમાં દફનાવવો જોઈએ. આ સિવાય તેને વિધિવત રીતે ફોલ્ડ કરીને ગંગામાં વિસર્જિત પણ કરી શકાય.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article