GK Quiz : જનરલ નોલેજ (General Knowledge) એ એક મહત્વનો વિષય છે, જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થાય છે. જનરલ નોલેજને મજબૂત કરવા માટે લોકો ખાસ કરીને ક્વિઝનો ઉપયોગ કરતા હોય છે. ક્વિઝ રમીને તમે સરળતાથી તમારું જનરલ નોલેજ વધારી શકો છો. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમારા નોલેજમાં વધારો કરી શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે.
આ પણ વાંચો GK Quiz : ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
આપણે કોઈપણ દેશ કે શહેરમાં એક જગ્યાએથી બીજા સ્થળે જવા માટે જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરીએ છીએ. કોઈપણ દેશની અર્થવ્યવસ્થા અને વ્યવસ્થા સુધારવા માટે રેલ, બસ, મેટ્રો અને એરલાઈન્સ જરૂરી છે. ત્યારે આજે અમે તમારા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા કેટલાક સવાલો લઈને આવ્યા છીએ, જેના જવાબ કદાચ તમે નહીં જાણતા હોવ.
પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સફેદ હાથી જોવા મળે છે ?
જવાબ – થાઈલેન્ડમાં સફેદ હાથી જોવા મળે છે, તેથી તેને સફેદ હાથીઓની ભૂમિ પણ કહેવામાં આવે છે
પ્રશ્ન – એવું કયું પક્ષી છે, જો તેનો સાથી મૃત્યુ પામે તો તે પણ પોતાનો જીવ આપી દે છે ?
જવાબ – સ્ટોર્ક
પ્રશ્ન – રોજ સફરજન ખાવાથી આપણા શરીરનું કયું અંગ હંમેશા સ્વસ્થ રહે છે ?
જવાબ – લીવર
પ્રશ્ન – કયું શાક મહિનાઓ સુધી બગડતું નથી ?
જવાબ – કાશીફળનું શાક
પ્રશ્ન – માનવ આંખનું વજન કેટલું હોય છે ?
જવાબ – 8 ગ્રામ
પ્રશ્ન – કોયલ ભારતના કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે ?
જવાબ – ઝારખંડ
પ્રશ્ન – શું તમે જાણો છો કે ભારતનું અલીગઢ શહેર શેના માટે પ્રખ્યાત છે ?
જવાબ – તાળાઓ માટે
પ્રશ્ન – ભારતનું કયું શહેર દ્રાક્ષની ખેતી માટે સૌથી વધુ પ્રખ્યાત છે ?
જવાબ – નાસિક શહેર
પ્રશ્ન – કયા દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે ફ્રી છે ?
જવાબ – લક્ઝમબર્ગ
યુરોપના નાના દેશ લક્ઝમબર્ગની પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા સંપૂર્ણપણે મફત છે. આ દેશમાં પોતાના દેશના નાગરિકો સિવાય કોઈપણ વિદેશી નાગરિકને ટ્રેન, ટ્રામ અને બસમાં મુસાફરી કરવા માટે એક પણ પૈસો ચૂકવવો પડતો નથી. ત્યાંની સરકારે આ યોજના 29 ફેબ્રુઆરી 2020ના રોજ શરૂ કરી હતી.