GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને ખબર જ હશે કે ભારતમાં (India) તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના (General Knowledge) પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે પણ તેમાં ઉમેદવારોની ક્ષમતા માપવા જનરલ નોલેજના પ્રશ્નો પુછવામાં આવતા હોય છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને જવાબ લાવ્યો છીએ જે તમને ઉપયોગી થશે.
પ્રશ્ન – વિશ્વ ફૂટબોલ કપ જીતનાર પ્રથમ દેશ કયો છે?
જવાબ – ઉરુગ્વે (ઉરુગ્વે ફાઈનલમાં આર્જેન્ટિનાને 4-2થી હરાવી વિશ્વ કપ જીતનાર પ્રથમ દેશ બન્યો હતો)
પ્રશ્ન – કયા પ્રાણીના શિંગડા સોના કરતાં મોંઘા છે?
જવાબ – ગેંડાના શિંગડા
પ્રશ્ન – દક્ષિણનું બ્રિટન કોને કહેવાય છે?
જવાબ – ન્યુઝીલેન્ડને
પ્રશ્ન – કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે?
જવાબ – ઘેટાના દૂધમાં
પ્રશ્ન – ભારતની કઈ નદી ઊંધી વહે છે?
જવાબ – નર્મદા
પ્રશ્ન – ભારતમાં સૌથી મોંઘી હોટેલ કયા શહેરમાં છે?
જવાબ – જયપુરમાં
પ્રશ્ન – ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કયા દેશનો હતો?
જવાબ – અમેરિકાનો
પ્રશ્ન – ચિલ્કા તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
જવાબ – ઓડિશા
પ્રશ્ન – સફરજન ખાવાથી કયો રોગ થાય છે?
જવાબ – બ્લડ શુગર વધવાની શક્યતા
પ્રશ્ન – કયા દેશમાં સૌપ્રથમવાર ટામેટાની ખેતીની શરૂઆત થઈ હતી?
જવાબ – દક્ષિણ અમેરિકામાં
ટામેટાંનો ઇતિહાસ 16મી સદીનો છે. ટામેટાંની ઉત્પત્તિ દક્ષિણ અમેરિકાના એન્ડીસ પર્વતોમાં થઈ હતી. તે સૌપ્રથમ પેરુ અને એક્વાડોર થઈને મેક્સિકોમાં ઘરેલુ ઉપયોગમાં આવ્યું. સ્પેનિશ આ સદીની શરૂઆતમાં જ યુરોપમાં ટામેટાં લાવ્યા હતા અને યુરોપથી પોર્ટુગિઝો ભારતમાં ટામેટા લાવ્યા હતા.
ભારતમાં ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન આંધ્ર પ્રદેશમાં થાય છે. તો કર્ણાટક બીજા સ્થાને છે. ત્યારબાદ મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના મધ્ય પ્રદેશમાં ટામેટાંનું મોટા પાયે ઉત્પાદન થાય છે. ટામેટાના ઉત્પાદનમાં ગુજરાત છઠ્ઠા સ્થાને આવે છે.