GK Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે જનરલ નોલેજ (General Knowledge) એક મહત્વપૂર્ણ વિષય છે. ઈન્ટરનેટના કારણે આધુનિક શિક્ષણની પદ્ધતિ ઝડપથી બદલાઈ રહી છે. ત્યારે જનરલ નોલેજના પ્રશ્નોને ક્વિઝ દ્વારા સરળતાથી યાદ રાખી શકો છો. દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજનું એક પેપર હોય છે, જેમાં વિશ્વભરમાંથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે પણ તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો GK Quiz: આ છે ભારતની સૌથી લાંબી ટ્રેન, જેને ચલાવવા માટે એક-બે નહીં, અનેક એન્જિનની પડે છે જરૂર
પ્રશ્ન – મીઠામાં કયું વિટામિન જોવા મળે છે?
જવાબ – વિટામિન A
પ્રશ્ન – વંદે માતરમ ગીતના રચિયતા કોણ છે?
જવાબ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
પ્રશ્ન – ભારતીય બંધારણમાં કેટલી ભાષાઓ છે?
જવાબ – 22
પ્રશ્ન – હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા?
જવાબ – ફાતિમા બીબી
પ્રશ્ન – MTS નું પૂર્ણ સ્વરૂપ શું છે?
જવાબ – મોબાઈલ ટેલિફોન સેવા
પ્રશ્ન – ભારતની સૌથી પવિત્ર નદી કઈ છે?
જવાબ – ગંગા નદી
પ્રશ્ન – ભારતના લોખંડી પુરુષ કોને કહેવામાં આવે છે?
જવાબ – સરદાર વલ્લભભાઈ પટેલ
પ્રશ્ન – બાળ દિવસ કોના જન્મદિવસે ઉજવવામાં આવે છે?
જવાબ – પંડિત જવાહરલાલ નેહરુ
પ્રશ્ન – દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
જવાબ – ઈન્દિરા ગાંધી
પ્રશ્ન – શીખોના છેલ્લા ગુરુ કોણ હતા?
જવાબ – ગુરુ ગોવિંદ સિંહજી
પ્રશ્ન – પ્રથમ ભારતીય ટપાલ ટિકિટ ક્યારે છાપવામાં આવી હતી?
જવાબ – 15 ઓગસ્ટ 1947
પ્રશ્ન – જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?
જવાબ – સાહિત્ય ક્ષેત્રે
પ્રશ્ન – ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો?
જવાબ – મધ્યપ્રદેશના મહુ જિલ્લામાં
પ્રશ્ન – એવું કયું ફળ છે, જે તમે વિમાનમાં સાથે લઈ જઈ શકતા નથી?
જવાબ – નારિયેળ
નારિયેળ એક એવું ફળ છે જે આપણા ધાર્મિક વિધિઓ અને પૂજામાં સૌથી વધુ મહત્વનું છે. આના વિના કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે. પરંતુ જો તમે વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે નારિયેળ સાથે લઈ જઈ શકતા નથી. હવાઈ મુસાફરી દરમિયાન નાળિયેર લઈ જવાની મનાઈ છે.
પ્રતિબંધ મૂકવાનું કારણ એ છે કે, સૂકું નાળિયેર એક જ્વલનશીલ વસ્તુ છે. તેથી તેને સાથે લઈ જવાની મંજૂરી નથી. આ ઉપરાંત, તમે આખું નાળિયેર લઈ જઈ શકતા નથી કારણ કે મુસાફરી દરમિયાન તે સડી જવાની સંભાવના વધુ હોય છે.