GK Quiz : લગ્ન (Marriage) અને ધાર્મિક વિધિઓને લઈને દરેક દેશ અને રાજ્યમાં અલગ અલગ કાયદા છે. અલગ-અલગ પ્રથાઓ અને રિવાજો છે. એક સમય હતો જ્યારે બહુપત્નીત્વ બધે પ્રચલિત હતું. પણ ધીરે ધીરે આ પ્રથા બધે જ ખતમ થઈ ગઈ. પરંતુ હજુ પણ એક એવો દેશ છે જ્યાં એક નહીં પરંતુ બે લગ્ન કરવા પડે છે.
પુરૂષો માટે બે વાર લગ્ન કરવા કાયદાકીય રીતે ફરજિયાત છે. જો તેઓ આમ કરવાની ના પાડે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. પત્નીઓ પણ પોતાના પતિને બીજી પત્ની લાવતા રોકી શકતી નથી.
આ પણ વાંચો GK Quiz : એવું કયું ફળ છે, જે તમે વિમાનમાં મુસાફરી દરમિયાન સાથે લઈ જઈ શકતા નથી?
આફ્રિકા ખંડના એરિટ્રિયામાં પુરુષોને બે વાર લગ્ન કરવા ફરજિયાત છે. જો કોઈ પુરૂષ બે લગ્ન કરવાનો ઇન્કાર કરે તો આજીવન કેદ પણ થઈ શકે છે. મહિલાઓ પણ તેમના પતિને બીજા લગ્ન કરતા રોકી શકતી નથી, નહીં તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ વિચિત્ર પ્રથા પાછળનું કારણ દેશમાં મહિલાઓની સંખ્યા વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તમને ગમે કે ના ગમે, તમે ખુશ હો કે ના હો, તમને કોઈ પણ વાંધો હોય, તો પણ સમાજ બે લગ્ન કર્યા પછી જ પુરૂષોને સ્વીકારે છે. જો તમે ન ઈચ્છતા હોવ તો પણ તમારે બે પત્નીઓનું ધ્યાન રાખવું પડશે. આ અમે નથી કહી રહ્યા પરંતુ આ દેશનો કાયદો કહે છે. આફ્રિકન ખંડના એરિટ્રિયામાં દરેક પુરુષ માટે બે વાર લગ્ન કરવા કાયદાકીય રીતે ફરજિયાત છે. વિચિત્ર વાત એ છે કે જો તમે બે લગ્ન કરવાની ના પાડો, તો તમને આજીવન કેદ પણ થઈ શકે છે.
આ વિચિત્ર કાયદા પાછળનું કારણ એરીટ્રિયામાં મહિલાઓના પ્રમાણમાં પુરૂષોની સંખ્યા ઘણી ઓછી છે. આને સંતુલિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે દરેક પુરુષે બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા જોઈએ. જો કોઈ પુરુષની એક જ પત્ની હોય તો તે કાયદા હેઠળ ગુનેગાર બને છે. જોકે, આફ્રિકન મહાદ્વીપમાં આવેલો દેશ એરિટ્રિયા પોતાના અજીબોગરીબ રીત-રિવાજોને કારણે ટીકાઓનો ભોગ બની રહ્યો છે.