ઈવીએમ અને વીવીપીએટીની મતગણતરીમાં તફાવત આવે તો કયા પરિણામને સાચુ માનવામાં આવશે? જાણો તે કેવી રીતે નક્કી થાય છે

|

Dec 02, 2023 | 6:26 PM

મતગણતરીના દિવસે સીલ કરવામાં આવેલા ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાંથી બહાર લાવવામાં આવે છે અને ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિની હાજરીમાં ખોલવામાં આવે છે. ત્યારબાદ ઈવીએમ મશીનમાં પડેલા મત અને વીવીપીએટીની સ્લિપની ગણતરી કરવામાં આવે છે.

ઈવીએમ અને વીવીપીએટીની મતગણતરીમાં તફાવત આવે તો કયા પરિણામને સાચુ માનવામાં આવશે? જાણો તે કેવી રીતે નક્કી થાય છે
File Image

Follow us on

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. 3 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 4 ડિસેમ્બરે મિઝોરમમાં મતગણતરી થશે. મતગણતરીની પ્રક્રિયાને ઈવીએમ મશીને સરળ બનાવી દીધી છે પણ ઈવીએમ મશીમાં પડેલા મતના પરિણામને વીવીપીએટી સિસ્ટમના પરિણામ સાથે સરખામણી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે VVPAT પેપરની સ્લિપ ઈવીએમ મશીનના મત સાથે મેચ કરવી ફરજિયાત છે.

ત્યારે મોટો સવાલ છે કે જો બંનેના આંકડામાં કોઈ તફાવત આવે તો ઈવીએમ અને વીવીપેએટીમાં કયા આંકડાને ફાઈનલ માનવામાં આવશે? જાણો આ સવાલનો જવાબ

બંને વસ્તુઓનો ઉપયોગ કેમ?

પહેલા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવતુ હતું. હવે ચૂંટણી પંચ મતદાન માટે ઈવીએમ મશીનનો ઉપયોગ કરે છે. ઈવીએમ મશીનમાં મતદાતા પોતાની પસંદગીના ઉમેદવારની સામેના બટનને દબાવીને તેને મત આપે છે. વર્ષ 2013થી મતદાનની પ્રક્રિયામાં વીવીપેએટીને જોડી દેવામાં આવ્યું છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

વીવીપેએટી સિસ્ટમમાં ઈવીએમમાં મત આપ્યા બાદ તે ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિન્હવાળી એક પેપરની સ્લિપ તૈયાર થાય છે. તેનાથી મતદાનમાં પારદર્શિતા વધે છે અને નક્કી થાય છે કે તમે જે ઉમેદવારને મત આપ્યો છે, તેને મત મળ્યો છે કે નહીં. તેનાથી ચૂંટણી પ્રણાલીમાં મતદાતાઓનો વિશ્વાસ મજબૂત થાય છે.

મતની ગણતરી પર કોણ નજર રાખે છે?

એક મતવિસ્તારમાં ચૂંટણી કરાવવાની જવાબદારી રિટર્નિગ ઓફિસર પર હોય છે, આરઓ સરકારી અધિકારી અથવા નામાંકિત સ્થાનિક સત્તાના અધિકારી હોય છે. રિટર્નિગ ઓફિસરની જવાબદારીઓમાં મતની ગણતરી પણ સામેલ હોય છે. આરઓ નક્કી કરે છે કે ગણતરી ક્યાં કરવામાં આવશે, ત્યારબાદ નક્કી કરેલી તારીખ પર ઈવીએમથી મત ગણવામાં આવે છે.

ગણતરીમાં તફાવત આવે તો શું થાય?

મતગણતરીના દિવસે સીલ કરવામાં આવેલા ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાંથી બહાર લાવવામાં આવે છે અને ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિની હાજરીમાં ખોલવામાં આવે છે. ત્યારબાદ ઈવીએમ મશીનમાં પડેલા મત અને વીવીપીએટીની સ્લિપની ગણતરી કરવામાં આવે છે.

ગણતરીના સમયે એક વિધાનસભા વિસ્તારમાં ઘણા મતદાન કેન્દ્રોની વીવીપેએટી સ્લિપ અને તેના સંબંધિત ઈવીએમના મતના પરિણામને મેળવવામાં આવે છે. પરિણામોને એકબીજા સાથે મેળવ્યાની પ્રક્રિયા પુરી થયા બાદ રિટર્નિંગ ઓફિસર મતદાન વિસ્તાર માટે અંતિમ પરિણામ જાહેર કરી શકે છે.

સામાન્ય રીતે વીવીપીએટી સ્લિપ અને તેના સંબંધિત ઈવીએમના મતના પરિણામ સમાન હોય છે પણ શું થશે જો તેના પરિણામોમાં તફાવત આવે? આવા કેસમાં વીવીપીએટીની સ્લિપના પરિણામને અંતિમ માનવામાં આવે છે. VVPAT સ્લિપનું વેરિફિકેશન કાઉન્ટિંગ હોલમાં સુરક્ષિત VVPAT કાઉન્ટિંગ બૂથની અંદર કરવામાં આવે છે. આ બૂથમાં માત્ર સત્તાવાર કર્મચારીઓને આવવાની પરવાનગી હોય છે. આ પ્રકારે વીવીપીએટીની સંખ્યા પર અંતિમ મહોર લાગે છે.

નોલેજ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article