20 કિલોમીટર ઉંચાઈ પર દુશ્મનને નષ્ટ કરી દેશે આકાશ-NG મિસાઈલ, થયુ સફળ લોન્ચિંગ, જાણો તેની ખાસિયતો

ખાસ વાત એ છે કે તેના ટેસ્ટિંગમાં સ્વદેશી રીતે તૈયાર કરેલા આરએફ સીકર, લોન્ચર, મલ્ટી ફંક્શન રડાર અને કમાન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારે જાણો કે આકાશ- એનજી મિસાઈલ કેટલી પાવરફૂલ છે.

20 કિલોમીટર ઉંચાઈ પર દુશ્મનને નષ્ટ કરી દેશે આકાશ-NG મિસાઈલ, થયુ સફળ લોન્ચિંગ, જાણો તેની ખાસિયતો
DRDO conducts successful flight-test of New generation Akash-NG missile
Image Credit source: PTI
| Updated on: Jan 12, 2024 | 5:09 PM

ડીઆરડીઓએ શુક્રવારે નવી જનરેશનની આકાશ મિસાઈલનું પરીક્ષણ કર્યુ. પરીક્ષણ સવારે 10.30 વાગ્યે ઓડિશા ઈન્ટીગ્રેટિડ ટેસ્ટ રેન્જ ચાંદીપુરમાં કરવામાં આવ્યું. ટેસ્ટિંગ દરમિયાન ટાર્ગેટને સફળતા પૂર્વક નષ્ટ કરવામાં આવ્યો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આકાશ મિસાઈલના સફળ ટેસ્ટિંગ માટે DRDO અને ઈન્ડિયન એરફોર્સને શુભેચ્છા પાઠવી. આ મિસાઈલ દુશ્મનો માટે કાળ બનશે અને વાયુસેનાની તાકાતમાં વધારો કરશે.

ખાસ વાત એ છે કે તેના ટેસ્ટિંગમાં સ્વદેશી રીતે તૈયાર કરેલા આરએફ સીકર, લોન્ચર, મલ્ટી ફંક્શન રડાર અને કમાન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારે જાણો કે આકાશ- એનજી મિસાઈલ કેટલી પાવરફૂલ છે.

જમીનથી હવામાં માર કરનારી મિસાઈલ

જમીનથી હવામાં માર કરવાની આકાશ-એનજી મિસાઈલની રેન્જ 40થી 80 કિલોમીટર સુધીની છે. તેમાં ખાસ રીતે ડુઅલ પલ્સ સોલિડ રોકેટ મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેની સ્પીડને વધારે છે. ખાસ વાત એ છે કે તેને મોબાઈલ પ્લેટફોર્મથી લોન્ચ કરી શકાય છે. 19 ફૂટ લાંબી આ મિસાઈલ પોતાની સાથે 60 કિલો વજનના હથિયાર લઈ જઈ શકે છે.

દુશ્મનની મિસાઈલ કરી શકે છે સ્કેન

720 કિલો વજનવાળી આ મિસાઈલમાં એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એર મલ્ટી ફંક્શન રડર લાગ્યુ છે, જે દુશ્મનની મિસાઈલો અને વિમાનને પણ સ્કેન કરી શકે છે. મિસાઈલની સ્પીડ એટલી મારક છે કે દુશ્મનના બચવાની કોઈ તક રહેતી નથી. તે 3087 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દુશ્મન તરફ આગળ વધતા તેને નિશાનો બનાવે છે. આ મિસાઈલનું જુનુ વેરિએન્ટ 2009થી ભારતીય સેનાનો ભાગ છે.

આ મિસાઈલ સેનાની તાકાત બનશે, કારણ કે તેને મોબિલિટી ટ્રક્સ પર બનાવેલા મોબાઈલ લોન્ચ સિસ્ટમથી ફાયર કરી શકાય છે. સેના પહેલાથી જ આકાશ-એનજીના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહી છે. ગયા વર્ષે ચીન સાથે થયેલા સરહદ વિવાદ દરમિયાન લદ્દાખની LACમાં તેને તૈનાત કરવામાં આવી હતી.

નવી જનરેશનવાળી આકાશ-એનજી મિસાઈલ ચીનને જવાબ આપવામાં સેનાની મદદ કરશે. બોર્ડર પર અવારનવાર ચીન ઘુસણખોરીના પ્રયત્નો કરે છે. નવી મિસાઈલ જમીનથી આકાશ સુધી ડ્રેગનને જવાબ આપશે. તેના જુના વર્ઝન ભારતીય વાયુસેનાએ ગ્વાલિયર, પૂણે, તેજપુર, જોરહાટ અને જલવાઈગુડી બેઝ પર પણ તૈનાત છે. હવે તેનું અપગ્રેડ વર્ઝન વાયુસેનાની તાકાતને વધારવામાં કામ કરશે.

આ મિસાઈલમાં દુશ્મનોના હથિયારો અને મિસાઈલોને ઓળખવા માટે સ્કેનિંગ સિસ્ટમ લાગેલી છે. તેની મારક ક્ષમતાથી દુશ્મનનું બચવુ શક્ય નથી. એવી ઘણી ખાસિયતો આકાશ-એનજીને એક પાવરફૂલ મિસાઈલ બનાવે છે. જેની તૈનાતી ભારત-ચીન બોર્ડર પર કરવામાં આવી શકે છે. સફળ લોન્ચિંગ જણાવે છે કે બોર્ડર પર ઘુસવા પર આ મિસાઈલ દુશ્મનને જવાબ આપવા માટે તૈયાર છે.