
સરકારને ઘણા સમયથી બ્લડ બેંકો અંગે વધુ પડતા ચાર્જની ફરિયાદો મળી રહી છે. બ્લડ બેંકો દ્વારા ઓવરચાર્જ વસૂલવાની ફરિયાદો પર સરકારે કડક વલણ અપનાવ્યું છે.
સરકારે નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (NBTC) દ્વારા જારી કરાયેલ સંશોધિત માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા સૂચનાઓ આપી છે. બ્લડ બેંક બ્લડ વેચી શકતી નથી. સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર્સને પત્ર લખ્યા છે.
ટોચના ડ્રગ રેગ્યુલેટરે કહ્યું છે કે હોસ્પિટલો અને બ્લડ બેંકો હવે રક્તદાન કરવા માટે માત્ર પ્રોસેસિંગ ફી વસૂલી શકશે. ઉપરાંત, નિયમનકારે વધુ ચાર્જ લેવાની પ્રથાને રોકવા માટે અન્ય તમામ શુલ્ક દૂર કરવાનો નિર્ણય લીધો છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ્સ કંટ્રોલર અને સહ-લાઈસન્સિંગ અધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI) એ લખ્યું છે કે ‘રક્ત વેચાણ માટે નથી’ એવા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
26 સપ્ટેમ્બરે યોજાયેલી ડ્રગ એડવાઇઝરી કમિટીની 62મી બેઠકનો ઉલ્લેખ કરીને, DCGI એ 26 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં લખ્યું હતું કે, ‘એટીઆર પોઈન્ટ ત્રણના એજન્ડા નંબર 18ના સંબંધમાં લોહી માટે વધુ ચાર્જ લેવા અંગે ભલામણ કરવામાં આવી છે, આ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રક્ત વેચાણ માટે નથી, તે માત્ર સપ્લાય માટે છે અને રક્ત કેન્દ્રો માત્ર પ્રોસેસિંગ ફી વસૂલી શકે છે. DGCI એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર્સને તેમના અધિકારક્ષેત્ર હેઠળના તમામ રક્ત કેન્દ્રોને સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે નિર્દેશ આપવા જણાવ્યું છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોનેશન ન કરવાના કિસ્સામાં, ખાનગી હોસ્પિટલો દ્વારા પ્રતિ યુનિટ રક્તની કિંમત રૂ. 3,000 થી રૂ. 8,000 વચ્ચે રાખવામાં આવે છે. લોહીની ઉણપ અથવા દુર્લભ રક્ત જૂથોના કિસ્સામાં, આ ફી વધારે હોઈ શકે છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે બ્લડ માટે ફક્ત સર્વિસ ચાર્જજ લઈ શકાશે.
Published On - 5:59 pm, Sat, 6 January 24