ભારતમાં મહિલા આયોગની જેમ પુરૂષ આયોગ છે ? દેશમાં પુરુષો સામેની હિંસાના આંકડા ચોંકાવનારા

આપણો સમાજ ઘરેલું હિંસા અને મહિલાઓ પર થતી હિંસા સામે જાગૃત છે અને આ માટે કડક કાયદા પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ પુરૂષો પર થતા અત્યાચારો માટે કોઈ કાયદો છે ? જે રીતે મહિલા આયોગે લાખો મહિલાઓને ન્યાય અપાવવામાં મદદ કરી છે, તેવી રીતે ભારતમાં પુરુષો માટે કોઈ આયોગ છે, જે પુરુષોની મદદ કરે છે.

ભારતમાં મહિલા આયોગની જેમ પુરૂષ આયોગ છે ? દેશમાં પુરુષો સામેની હિંસાના આંકડા ચોંકાવનારા
men commission
| Updated on: Dec 12, 2024 | 6:40 PM

તાજેતરમાં, બેંગલુરુમાં રહેતા 34 વર્ષીય એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે 90 મિનિટનો વીડિયો બનાવ્યો અને એક લાંબી સુસાઈડ નોટ લખી હતી. જેમાં અતુલે જણાવ્યું કે તે તેના બાળક માટે દર મહિને 40 હજાર રૂપિયા આપે છે, પરંતુ તેની પત્ની દર મહિને બે લાખ માંગતી હતી. પત્ની પોતે પણ નોકરી કરે છે. સમાધાન કરવા માટે અતુલ પાસેથી કથિત રીતે 3 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બધાથી કંટાળીને અતુલે આત્મહત્યા કરી લીધી હતી. આપણા સમાજમાં માત્ર અતુલ જ નહીં, પરંતુ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મહિલાઓના આરોપોથી પરેશાન થઈને પુરુષોએ આત્મહત્યા કરી લીધી છે. મહિલાઓની સમસ્યાઓ માટે અનેક કાયદાઓ બન્યા છે, મહિલા આયોગની રચના પણ કરવામાં આવી છે, પરંતુ શું પુરુષોની સમસ્યા સાંભળવા માટે આવો કોઈ આયોગ છે ? મહિલા આયોગ ભારતમાં મહિલાઓની સમસ્યાઓના ઉકેલવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ છે. મહિલા આયોગ એ મહિલાઓના અધિકારો અને તેમના સશક્તિકરણના રક્ષણ માટે સ્થાપિત એક મહત્વપૂર્ણ સંસ્થા છે....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો