Swapana Shastra: કયા સમયે જોયેલા સપના સાચા થાય છે? જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર

|

Jul 02, 2022 | 5:29 PM

સપના દિમાગની અલગ-અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, પરંતુ હંમેશા એ અસમંજસ હોય કે સપના રાત્રીના ક્યા સમયે આવે તો સાકાર થશે. સપનની સીરીઝમાં આજે અમે તમને આના વિશે જણાવીશું.

Swapana Shastra: કયા સમયે જોયેલા સપના સાચા થાય છે? જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર
Dreams come true

Follow us on

સપના (Dream series)દિમાગની અલગ- અલગ સ્થિતીથી આપણને માહિતગાર કરે છે. લગભગ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સપના જોયા હશે, પરંતુ હંમેશા એ અસમંજસ હોય કે સપના રાત્રી(Night)ના ક્યા સમયે આવે તો સાકાર થશે. સપનની સીરીઝમાં આજે અમે તમને આના વિશે જણાવીશું. સપનાની સીરીઝમાં આજે આપણે સપના ક્યાં સમય દરમિયાન સાચા પડે તેના વિશે વાત કરીશું. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના અલગ-અલગ કલાકોમાં જોયેલા સપનાનું ફળ અલગ-અલગ સમયે મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ હોય છે કે સપના કયા સમયે સાચા થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો આજનો આર્ટિકલ ચોક્કસ વાંચો.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. એવું માનવામાં આવે છે કે સપના ભવિષ્યમાં થનારી સારી અને ખરાબ ઘટનાઓ દર્શાવે છે. સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના અલગ-અલગ કલાકોમાં જોયેલા સપનાનું ફળ અલગ-અલગ સમયે મળે છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ હોય છે કે સપના કયા સમયે સાકાર થાય છે. જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા છો, તો આજનો આર્ટિકલ ચોક્કસ વાંચો. આજે અમે તમને જણાવીશું કે કયા સમયે જોયેલું સપનું સાકાર થાય છે.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, રાત્રિના પ્રથમ પ્રહરમાં એટલે કે 1 થી 2 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ સામાન્ય રીતે એક વર્ષમાં મળી જાય છે. એવું માનવામાં આવે છે કે રાત્રિના બીજા પ્રહરમાં એટલે કે 3 થી 4 વાગ્યાની વચ્ચે જે દેખાય છે તે ઘણીવાર સાચા હોય છે. સપનાશાસ્ત્ર અનુસાર આ સમયમાં જોયેલા સપનાનું પરિણામ 6 મહિનામાં મળી જાય છે.

આ પણ વાંચો

સ્વપ્નશાસ્ત્ર અનુસાર, રાત્રિના ત્રીજા પ્રહરમાં એટલે કે 4 થી 5 વાગ્યાની વચ્ચે જોયેલા સપના ઘણીવાર સાકાર થાય છે. શાસ્ત્રોમાં આ સમયને અમૃત બેલા, ચંદ્રબેલા અને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ સમય દરમિયાન પૃથ્વીની વસ્તુઓ પર દૈવી શક્તિઓનો પ્રભાવ પડે છે. આવા સપનાનું ફળ તમને 3 મહિનામાં મળે છે.

રાત્રિના ચોથા પ્રહરમાં એટલે કે 5 થી 6 વાગ્યાની વચ્ચે જોયેલા સપનાનું ફળ એક મહિનામાં મળે છે. આ એ સમય છે જ્યારે રાત પૂરી થવામાં છે. તેથી જ તેને સવારનું સ્વપ્ન પણ કહેવામાં આવે છે. જો તમને આ સમયે કોઈ સપનું આવે તો તેનું ફળ તમને જલ્દી મળી શકે છે.

Published On - 5:18 pm, Sat, 2 July 22

Next Article