રોટલી બનાવોને તરત થઇ જાય છે પૂંઠા જેવી ? તો લોટમાં ઉમેરો આ વસ્તુ, રોટલી રહેશે સોફ્ટ અને મુલાયમ

|

Oct 05, 2024 | 4:22 PM

જો તમે બનાવેલી રોટલી પણ થોડા જ સમયમાં સખત થઈ જાય છે તો આ લેખ તમારા માટે છે. આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ લઈને આવ્યા છીએ, જેની મદદથી તમારી રોટલી સોફ્ટ અને મુલાયમ રહેશે.

1 / 5
ભારતીય ઘરોમાં રોટલી ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. લંચ હોય કે ડિનર, રોટલી વગર ભોજન પૂરું થતું નથી. પરંતુ ઘણી વખત રોટલી કડક બની જાય પછી થોડી જ વારમાં કડર પૂંઠા જેવી થઇ જાય છે. ખાસ જ્યારે ટીફિન, કે લંચ બોક્સમાં રોટલી આપવાની હોય ત્યારે ગૃહિણીઓને હંમેશા ચિંતા થતી હોય છે, રોટલી કડક થઇ જશે.આજે અમે તમને કેટલીક એવી ટીપ્સ બતાવીશું જેને અજમાવી તમે રોટલીને લાંબા સમય સુધી નરમ રાખી શકશો.

2 / 5
બરફના પાણીથી લોટ બાંધોઃ જો તમે રોટલીને લાંબા સમય સુધી નરમ રાખવા માંગતા હોવ તો લોટ બાંધતા પહેલા એક મોટા બાઉલમાં પાણી લો અને તેમાં બરફના 6-7 ટુકડા ઉમેરો. હવે આ પાણી વડે લોટ બાંધો. બરફના પાણીથી લોટ બાંધવાથી લોટ નરમ અને મુલાયમ બને છે. લોટ બાંધ્યા પછી લોટને ભીના કપડામાં બાંધી દો, આમ કરવાથી રોટલી નરમ અને સુવાળી બને છે.

3 / 5
લોટ ચાળી લો: જો તમારી રોટલી ખૂબ જ કડક અને જાડી થતી હોય તો, તો લોટ બાંધતા પહેલા તેને ચાળો, આના કારણે લોટનો જાડો અને બરછટ ભાગ અલગ થઈ જાય છે જેના કારણે રોટલી નરમ બની જાય છે.

4 / 5
હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરીને લોટ બાંધો: હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને લોટ બાંધો. આનાથી રોટલી લાંબા સમય સુધી નરમ રહે છે. જ્યારે તમે લોટ બાંધો ત્યારે તેમાં થોડું ઘી કે તેલનું મોણ ઉમેરો, તેનાથી રોટલી નરમ રહે છે.

5 / 5
રેપરમાં લપેટી રાખો: રોટલી બનાવતા જ તેને સહેજ ઠંડી થવા દો અને તેને રેપરમાં લપેટી રાખો. આના કારણે, રોટલી લાંબા સમય સુધી સખત રહેશે નહીં.

Next Photo Gallery